News of Tuesday, 10th February 2026
કરકપાત ન કરવાના સિનિયર સિટિઝનના ફોર્મ ૧૫-એચને બદલે હવે ફોર્મ ૧૨૧ દાખલ
પગારદારને ફોર્મ ૧૬ને બદલે ફોર્મ ૧૩૦ આપવામાં આવશે : ચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે આપવામાં આવતા ફોર્મ ૧૦એબીને બદલે ફોર્મ ૧૦૯ આપવામાં આવશે

નવી દિલ્હી,તા.૧૦: આવકવેરાના નવા કાયદા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે તૈયાર કરેલા નવા નિમયો હેઠળ ફોર્મ ૧૫જી અને ૧૫ એચને મર્જ કરી દઈને બે ફોર્મને બદલે નવું ફોર્મ નંબર ૧૨૧ મૂકવામાં આવ્યું છે. સાઠ વર્ષથી નીચેની વયના લોકોએ ટીડીએસ ન કરવા માટે ફોર્મે ૧૫-જી અને સિનિયર સિટીઝન્સે ફોર્મ ૧૫-એચ ભરવાનું આવે છે.
ચેરિટેબલ ટ્રસ્ટને રજિસ્ટ્રેશન માટે આપવામાં આવતા ફોર્મ ૧૦એને બદલે હવે ફોર્મ ૧૦૪ આપવામાં આવશે. તેમ જચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે આપવામાં આવતા ફોર્મ ૧૦એબીને બદલે ફોર્મ ૧૦૯ આપવામાં આવશે. ઓડિટ રિપોર્ટ માટે આપવામાં આવતા ફોરમ ૧૦બી અને ૧૦ બીબીને સ્થાને હવે ફોર્મ નંબર ૧૧૨ આપવામાં આવશે. દાતાએ આપેલી દાનની રકમ માટે આપવામાં આવતા ફોર્મ ૧૦બીડીને બદલે ફોર્મ ૧૧૩ હવે પછી આપવામાં આવશે. આ જ રીતે દાતાનું પ્રમાણપત્ર ફોર્મ ૧૦બીઈમાં આપવામાં આવતું હતું તે હવે ફોર્મ ૧૧૪માં આપવામાં આવશે. ટેક્સ ઓડિટ રિપોર્ટ માટે આપવામાં આવતા ફોર્મ ૩-સીએ, ૩-સીબી બી અને ૩ સીડીને સ્થાને ફોર્મ ૨૬ આપવાનું નવા નિયમો હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ માટે આપવામાં આવતા ફોરમ નંબર ૨૯બીને બદલે હવે પછી ફોર્મ નંબર ૬૬ આપવામાં આવશે. ટેક્સ રિકવરી સર્ટિફિકેટ તરીકે આપવામાં આવતા ફોર્મ ૧૦ એફએને બદલે હવે ફોર્મ ૪૨ આપવામાં આવશે. કરદાતાના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ તરીકે અત્યાર સુધી આપવામાં આવતા ફોર્મ નંબર ૨૬એએસને બદલે હવે પછી ફોર્મ નંબર ૧૬૮ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશમાં નાણાં મોકલવા માટે આપવામાં આવતા ફોર્મ નંબર ૧૫ સીએને બદલે હવે ફોર્મ ૧૪૫ આપવામાં આવશે. તેમજ સી.એ.ના સર્ટિફિકેટ તરીકે આપવામાં આવતા ફોરમ ૧૫સીબીને બદલે ફોરમ ૧૪૬ આપવામાં આવશે. કરદાતાઓ ૨૨મી સુધી તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.
નવા નિયમો ઓલ્ડ રિજિમને આકર્ષક બનાવશે
નવા આવકવેરા નિયમો કર વ્યવસ્થાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળની કેટલીક જોગવાઈઓ એવી છે જે જૂની ટેક્સ વ્યવસ્થાને ફરી આકર્ષક બનાવે છે. નવા નિયમોનો મુસદ્દો બહાર પાડ્યા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે જૂની ટેક્સ પદ્ધતિ ચાલુ જ રહેવાની છે. નવા નિયમાં પહેલી એપ્રિલ ૨૦૨૬થી લાગુ થશે. આ કાયદો આવતા નાણાકીય વર્ષથી લાગુ થવાનો હોવાથી સરકારએ હવે સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો માગ્યા છે.
ટીડીએસના ફોર્મ બદલાઈ ગયા
ઓછું ટીડીએસ કરવા માટેનું ફોર્મ બદલે ૧૩ હતું તે બદલીને ફોર્મ નંબર ૧૨૮ કરી દેવામાં આવ્યું છે. પગારદારને ટીડીએસ કર્યાની વિગતો આપતા ફોર્મ ૧૬ને નવી વ્યવસ્થા હેઠળ ફોર્મ ૧૩૦ આપવામાં આવશે. નોકરિયાત કે પગારદારોને ટીડીએસ રિટર્ન માટે અત્યાર સુધી આપવામાં આવતા ફોર્મ ૨૪-ક્યૂને બદલે ફોર્મ ૧૩૮ આપવામાં આવશે. તેમ જ નિવાસી ભારતીયને ટીડીએસ રિટર્ન માટે આપવામાં આવતા ફોર્મ ૨૬ ક્યૂને બદલે હવે ફોર્મ ૧૪૦ આપવામાં આવશે. બિનનિવાસીઓને ટીડીએસ રિટર્ન માટે અત્યાર સુધી આપવામાં આવતા ફોરમ ૨૭ ક્યૂને બદલે હવે ફોર્મ ૧૪૪ આપવામાં આવશે. તેમ જ ટીસીએસ રિટર્નના ફોર્મ ૨૭ ઈક્યૂને બદલે ફોર્મ ૧૪૩ આપવામાં આવશે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
