હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રૂ. ૧,૨૦૦ કરોડના કૌભાંડમાં ઢીલી તપાસ સામે રોકાણકારોનું આંદોલન
ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપી પકડાયા હતા : માસિક ચાર ટકા વળતરની લાલચે ૧૧ હજાર લોકોને ભરમાવ્યાઃ ૧૫૦૦ પોલીસ કર્મચારીના પૈસા પણ ફસાયા

મુંબઈ,તા.૧૦: થાણેમાં ૧૨૦૦ કરોડ રૂપિયાના રોકાણ કૌભાંડના સેંકડો પીડિતોએ પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કયું હતું.આ કેસની ઝડપી તપાસ અને છેતરપિંડીના ભોગ બનેલા પૈસા પરત કરવાની માંગ કરી હતી.
આર્થિક ગુના શાખાએ ગયા મહિને મહારાષ્ટ્રભરમાંથી ૧,૫૦૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૧ હજારથી વધુ રોકાણકારો સાથે થયેલા કૌભાંડના સંબંધમાં ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.પુણે, કોલ્હાપુર, જલગાંવ અને રતાગિરીથી આવેલા પ્રદર્શનકારી ઓએ પોલીસ કમિશનરની ઓફિસના પ્રવેશદ્વારમાં જવા અવરોધ ઉભો કયી હતો. તેમણે દાવો કયો હતો કે પોલીસ તપાસ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં આશરે ૧૧,૦૦૦ રોકાણકારો અને ૧,૨૦૦ કરોડ રૂપિયા સામેલ હતા. એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે, એક સંકલિત કાર્યવાહીમાં થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ પાડોશી રાજ્ય ગુજરાતમાં આરોપી સમીર નાવેકર, તેની પત્ની નેહા અને સહયોગી અમિત પલાવને ઝડપી લીધા હતા.પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ૨૦૧૯માં પુણેમાં ૫ હેડકવાર્ટર ધરાવતી ટ્રેડ વિથ જાઝ નામની એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. કંપની દ્વારા એક સ્કીમ રજૂ કરવામાં આવી હતી.એમાં કથિત રીતે સમગ્ર મહારાષ્ટ્રમાંથી ૧,૫૦૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૧,૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
