હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રિટનમાં રચાશે ઇતિહાસ? શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!
કીર સ્ટારમર સરકારમાં મંત્રીઓના રાજીનામા બાદ નેતૃત્વ પરિવર્તનની પ્રબળ શક્યતા : પીએમ રેસમાં એન્જેલા રેનર અને વેસ સ્ટ્રીટિંગના નામ પણ ચર્ચામાં

લંડન તા.૧૦: બ્રિટનના રાજકીય આકાશમાં અત્યારે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સના વિસ્ફોટક ખુલાસા અને કીર સ્ટારમર સરકારમાં મચેલી અંધાધૂંધી વચ્ચે શબાના મહમૂદનું નામ વડાપ્રધાન પદ માટે મોખરે છે. ઇમિગ્રન્ટ્સની પુત્રી હોવા છતાં ઘૂસણખોરી સામે કઠોર વલણ રાખતી આ મહિલા નેતા શું બ્રિટનની કિસ્મત બદલશે? જાણો આ ઐતિહાસિક નેતૃત્વ પરિવર્તનના તમામ સમીકરણો અને આંતરિક વિગતો.
યુનાઇટેડ કિગડમ અત્યારે ભીષણ રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સ માં થયેલા વિસ્ફોટક ખુલાસાઓએ ઋષિ સુનક બાદ સત્તા પર આવેલી કીર સ્ટારમર સરકારના પાયા હચમચાવી દીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાનો જોયા બાદ, બ્રિટન હવે છઠ્ઠા વડા પ્રધાનના સ્વાગત માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે.
વડા પ્રધાન કીર સ્ટારમર પર રાજીનામું આપવાનું દબાણ સતત વધી રહ્યું છે. સોમવારે વડા પ્રધાનના કમ્યુનિકેશન ડિરેક્ટર ટિમ એલને રાજીનામું આપ્યું હતું, જેની પહેલા ૮ ફેબ્રુઆરીએ ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પણ પદ છોડ્યું હતું. લેબર પાર્ટીમાં વધતો અસંતોષ અને ઘટતી લોકપ્રિયતા સ્ટારમર માટે મુશ્કેલીનું કારણ બની છે.
પીએમ રેસમાં અત્યારે સૌથી ચર્ચિત નામ શબાના મહમૂદનું છે. તેઓ હાલમાં બ્રિટનના ગૃહ સચિવ છે. જો શબાના વડા પ્રધાન બનશે, તો તેઓ બ્રિટનના ઈતિહાસના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બનીને ઈતિહાસ રચશે. મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના (POK) મીરપુરના રહેવાસી એવા શબાના માર્ગારેટ થેચર અને બેનઝીર ભુટ્ટોને પોતાના આદર્શ માને છે.
શબાના મહમૂદની ખાસિયત એ છે કે તેઓ પોતે ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવતા હોવા છતાં, અનધિકૃત ઇમિગ્રેશન પર અત્યંત કડક વલણ ધરાવે છે. તેમણે કાયમી રહેઠાણ (PR) માટેની અવધિ ૫ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવા અને સરહદ નિયંત્રણો કડક કરવા જેવા પગલાં લીધા છે, જેના કારણે તેઓ લેબર પાર્ટીના જમણેરી જૂથમાં લોકપ્રિય છે.
PM રેસના અન્ય મજબૂત દાવેદારો
એન્જેલા રેનર ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને પાર્ટીમાં અત્યંત લોકપ્રિય.
વેસ સ્ટ્રીટિગ વર્તમાન આરોગ્ય સચિવ અને મજબૂત વક્તા.
એડ મિલિબેન્ડ ઉર્જા સચિવ.
એન્ડી બર્નહામ માન્ચેસ્ટરના મેયર.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
