<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

પૂજ્‍ય મામા સરકારની સુપુત્રીના લગ્નોત્‍સવમાં રાજકીય, સામાજિક, પારિવારિક અને ધાર્મિક ક્ષેત્રની હસ્‍તીઓની મોટી સંખ્‍યામાં પ્રેરક ઉપસ્‍થિતિ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માંગરોળ ખાતે તાજેતરમાં પરમ આધ્‍યાત્‍મિક સંત પૂજ્‍ય મામા સરકારને ત્‍યાં લગ્ન પ્રસંગ નિમિત્તે માંડવો મંગલમય બન્‍યો. સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, આઈપીએસ આઈએએસ ઓફિસરો અને ઉદ્યોગપતિઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી નવદંપતીને પાઠવ્‍યા આશીર્વાદ પાઠવ્‍યા હતા.

વલ્‍લભકુળ આચાર્ય અને વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોના આશીર્વાદથી  મંગલ મંડપ ગુંજી ઉઠ્‍યો હતો.

પૂજ્‍ય મામા સરકારની સુપુત્રીના શુભ લગ્ન પ્રસંગે આધ્‍યાત્‍મિક અને દિવ્‍ય વાતાવરણ સર્જાયું હતું. આ મંગલમય અવસરે નવદંપતીને આશીર્વાદ આપવા માટે વલ્‍લભકુળ આચાર્ય શ્રી કમલેશબાવા શ્રી તથા શ્રી બાલમુકુંદજી ધરાઈના મુખિયાજી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. ધાર્મિક પરંપરાઓ અને મંત્રોચ્‍ચાર વચ્‍ચે સંપન્ન ૧થયેલા આ પ્રસંગમાં સંતોના આગમનથી વાતાવરણ ભક્‍તિમય બની ગયું હતું. આ પ્રસંગે મહેમાનોનું સ્‍વાગત કરવાની સાથે ગરિમાપૂર્ણ રીતે તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.

રાજકીય દિગ્‍ગજો, ધારાસભ્‍યો અને પૂર્વ મંત્રીઓએ હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી.

આ લગ્નોત્‍સવમાં ગુજરાતના રાજકીય ફલક પરના અનેક દિગ્‍ગજોએ હાજરી આપી હતી. જેમાં રાજ્‍ય સભાના સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી શક્‍તિસિહજી ગોહિલ, વરિષ્ઠ પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા (હકુભા), ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી જયરાજાસિંહજી જાડેજા, શ્રી શક્‍તિસિંહ જાડેજા (રીબડા), શ્રી રાજભા જેઠવા અને શ્રી દિગુભા વાઘેલા સહિતના નેતાઓએ ઉપસ્‍થિત રહી નવદંપતીને સુખી દાંપત્‍યજીવનની શુભેચ્‍છાઓ પાઠવી હતી. રાજકીય ક્ષેત્રના આ અગ્રણીઓની હાજરીથી પ્રસંગમાં એક વિશેષ તેજ જોવા મળ્‍યું હતું.

સાહિત્‍ય, વહીવટી તંત્ર અને ઉદ્યોગ જગતની નામી-અનામી હસ્‍તીઓનો જમાવડો આ ભવ્‍ય પ્રસંગમાં માત્ર રાજકીય કે ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક અને વહીવટી ક્ષેત્રના મહાનુભાવો પણ મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

અકિલા પરિવારના શ્રી કિરીટકાકા, શ્રી રાજકોટ ઠાકોર સાહેબ અને રાણી સાહેબા, શ્રી શકુંત આપ્‍ટેજી, જાણીતા ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી ભાવેશભાઈ દેસાઈ, યુવા પત્રકાર શ્રી દેવેન અમરેલીયા તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ઉપરાંત, ડોક્‍ટર મહાદેવપ્રસાદ મહેતાજી સપરિવાર ઉપસ્‍થિત રહેલ.

જાણીતા સાહિત્‍યકાર શ્રી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી હરદેવસિહજી રાયજાદાએ પણ પ્રસંગમાં હાજરી આપી હતી. આ અવસરે વિવિધ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અધિકારીગણ, ફિલ્‍મી કલાકારો અને સાહિત્‍ય જગતના લોકોએ પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પૂજ્‍ય મામા સરકાર અને પૂજ્‍ય રૂપલબાને લગ્ન પ્રસંગની વધામણી આપી હતી અને આશીર્વાદ લીધા હતા.

(11:54 AM IST)