News of Tuesday, 10th February 2026
માંગરોળના મક્તુપુર મુકામે ‘પૂજ્ય મામા સરકાર' પરિવારના આંગણે શુભ લગ્ન પ્રસંગઃ ચુડાસમા પરિવારની દીકરી ચિ. દીપાલીબા અને જાડેજા પરિવારના ચિ. હરપાલસિંહજી પ્રભુતામાં પગલા પાડયા

રાજકોટઃ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મકતુપુર ખાતે તાજેતરમાં ં એક ભવ્ય અન ેયાદગાર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. મૂળ રૂદલપુર અને હાલ મક્તુપુર નિવાસી, પરમ આધ્યાત્મિક સંત પૂજ્ય શ્રી મામા સરકાર (શ્રી રાજુભા ભીખુભા ચુડાસમા) ના આંગણે તેમની સુપુત્રીના શુભ લગ્નનો અવસર ખુબજ આનંદ ઉલ્લાસ અને ભાવપૂર્વક સંપન્ન થયો. પૂજ્ય મામા સરકાર અને પૂજ્ય રૂપલબા ચુડાસમાના સુપુત્રી સૌ.કાં.ચિ. દીપાલીબાના લગ્ન, મૂળ કોઠારા (કચ્છ) અને હાલ જામનગર નિવાસી શ્રી જાગારજી દાજીભા જાડેજાના સુપુત્ર ચિ.શ્રી હરપાલસિંહજી સાથે નિરધાર્યા હતા. આ માંગલિક અવસર નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ પ્રસંગોનું ભાવભર્યું આયોજન હોટેલ ધ રોયલ ઓનર્સ, મક્તુપુર (માંગરોળ), માંગરોળ-પોરબંદર હાઈવે, જિ. જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ અવસરને દીપાવવા માટે ચુડાસમા પરિવાર, રાઠોડ પરિવાર (પ્રાચી-ખાંભા), વસાવડા પરિવાર (રાજકોટ) તથા સમસ્ત ‘મામા સરકાર' મિત્ર મંડળ અને સ્નેહીજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, અગ્રણીઓ, પરિવારજનો, પૂ. મામા સરકારના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઇ શાહે પારિવારિક સંબંધોના નાતે લગ્ન પ્રસંગે હૃદયપૂર્વક નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
