<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

લોકસેવા મહેકી : કૌશિકભાઇ ચાવડાની શહેર ભાજપ ઉપપ્રમુખપદે વરણી

૨૦૦૨માં ભાજપનો ખેસ ધારણ કરેલ : ૨૦૧૭માં વોર્ડના બક્ષીપંચ મોરચાના મહામંત્રી બન્‍યા અને ૨૦૨૨માં વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી સક્રિયતાથી સંભાળી : પક્ષ પ્રત્‍યેની નિષ્‍ઠાથી ઉતરોતર પ્રગતિ : લોકોના કોઇપણ પ્રશ્‍નોના ઉકેલ માટે હંમેશા મોખરે રહેતા કૌશિકભાઇને ચોમેરથી શુભેચ્‍છાવર્ષા

રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણુંક પામેલ વોર્ડ નં. ૭ના કૌશિકભાઇ ચાવડાએ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળી આશીર્વાદ મેળવ્‍યા હતા. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : હાલમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા નવુ માળખુ જાહેર કરાતા શહેરના વોર્ડ નં. ૭ના કૌશિકભાઇ રણછોડભાઇ ચાવડાની ઉપપ્રમુખપદે વરણી થતા તેઓને ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

આ નવી જવાબદારી મળતાની સાથે જ કૌશિકભાઇ આજે વહેલી સવારે શ્રી પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરી સિધ્‍ધા જ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લેવા આવ્‍યા હતા.

તેઓએ જણાવેલ કે લોકોની વચ્‍ચે રહીને તેમના કામોને પૂર્ણ કરવાની મારી મહેનત અને પક્ષ પ્રત્‍યેની નિષ્‍ઠા-વફાદારીનું મને આ પરિણામ મળ્‍યુ છે. હજુ આગળ પણ મને જે જવાબદારીઓ સોંપવામાં આવશે તે નિભાવવા મારો કોલ છે. ખાસ કરીને હાલ રાજકોટમાં ટ્રાફીક સમસ્‍યા છે તે હલ કરવા અને સ્‍વચ્‍છતામાં રાજકોટ અગ્રીમ બને તે માટે પણ અમો પ્રયત્‍નશીલ રહેશુ.

નાડોદા રાજપૂત સમાજમાંથી આવતા કૌશિકભાઇ પોતાના સમાજમાં પણ મોભાદાર સ્‍થાન ધરાવે છે. જ્ઞાતિના તમામ કામોમાં પણ હંમેશા એટલી જ તત્‍પરતા દાખવે છે. અન્‍ય સમાજના કાર્યક્રમોને પણ એટલો જ ન્‍યાય આપે છે. ખાસ કરીને રકતદાન કેમ્‍પ, જન્‍માસ્‍ટમી ઉત્‍સવ, ગણેશ મહોત્‍સવ જેવા સામાજીક ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેઓ અને તેમની ટીમ એટલા જ ઉંડા રસથી જોડાય છે. પંચનાથ મંદિર અને હોસ્‍પિટલમાં પણ સેવા આપે છે.

૪૮ વર્ષની વયે પહોંચેલા કૌશિકભાઇએ રાજકારણમાં પ્રવેશ ૨૦૦૨માં લીધો હતો. તે સમયે શ્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટથી ચુંટણી લડતા હતા. ત્‍યારે કેસરીયો ખેસ ધારણ કર્યો અને પછી પાછુ વળીને જોયુ નથી. ૨૦૧૫માં સક્રીય કાર્યકર્તા બન્‍યા અને પરિણામે ૨૦૧૭માં તેઓને વોર્ડના બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નવી જવાબદારી મળી. બાદમાં ૨૦૨૨માં વોર્ડ પ્રમુખ પણ બન્‍યા. અને હાલ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે તેમની નિમણુંક થઇ છે.

વ્‍યવસાયે યુવા ઉદ્યોગપતિ છે અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ સીકયુરીટી એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપે છે.

ર-વિદ્યાનગર, જય ચામુંડા, રામકૃષ્‍ણ આશ્રમ પાછળ નિવાસ સ્‍થાન ધરાવતા કૌશિકભાઇ ચાવડા (મો.૯૮૨૪૨ ૧૧૦૧૧)ની શહેર ભાજપ ઉપપ્રમુખપદે થયેલ વરણી બદલ ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(2:19 PM IST)