<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

જપાનમાં રેકોર્ડબ્રેક સ્‍નોફોલ : ૪૬ લોકોએ જીવ ગુમાવ્‍યા

૫૪૩થી વધારે ઘાયલ, ૧૨૬ અતિ ગંભીર : ૪૦ વર્ષનો રેકોર્ડ તૂટયો

ટોકયો, તા.૧૦: આ વર્ષે જપાનના નૉર્થ અને વેસ્‍ટ વિસ્‍તારોમાં ભારે સ્‍નોફોલ થયો છે અને ૨૦ જાન્‍યુઆરીથી કેટલાક ભાગોમાં રેકૉર્ડબ્રેક હિમવર્ષાથી જનજીવન ઠપ થઈ ગયું છે. ૪૬ લોકોએ જીવ ગુમાવ્‍યો છે અને ૫૪૩થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૨૬ લોકો અતિ ગંભીર અવસ્‍થામાં સારવાર લઈ રહ્યા છે. આર્કટિકથી આવતી ઠંડી હવાને કારણે અસામાન્‍ય રીતે ભારે હિમવર્ષા થઈ રહી છે.

આ શિયાળામાં તાોફૉલને કારણે દેશનાં ૪૭ પ્રીફેક્‍ચરો (કાઉન્‍ટીઓ)માંથી ૧૫માં અરાજકતા સર્જાઈ છે. કેટલાંક સ્‍થળોએ ૬.૫ ફુટ (બે મીટર) ઊંડાઈ સુધીનો બરફ પડ્‍યો છે. કેટલાક વિસ્‍તારોમાં દિવસો સુધી ૧૭૦૦થી વધુ ઘરો વીજળી વિના રહ્યાં હતાં અને નિયમિત અને બુલેટ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. તાોફૉલને કારણે ઍરપોર્ટ્‍સ પર બરફ જમા થતાં અસંખ્‍ય ફ્‌લાઇટ્‍સ રદ કરવામાં આવી છે.

સ્‍કૂલોમાં પરીક્ષાઓનું ટાઇમટેબલ બદલી નાખવામાં આવ્‍યું છે અને ભારે બરફવર્ષાને કારણે રોજિંદું જીવન ખોરવાઈ રહ્યું હોવાથી સૈનિકો તહેનાત કરવામાં આવ્‍યા છે.

બરફ સાફ કરતાં જીવ ગુમાવ્‍યો

મોટા ભાગનાં મળત્‍યુ છત પરથી બરફ સાફ કરતી વખતે પડી જવાથી થયાં હતાં. ઘણા વળદ્ધ લોકો બરફ સાફ કરવા માટે છત પર ચડી રહ્યા હતા, પરંતુ લપસી પડ્‍યા અને પડી ગયા જેને કારણે બરફના ઢગલા નીચે દટાઈ ગયા હતા. ૯૧ વર્ષની એક મહિલા તેના ઘરની બહાર ૩ મીટર બરફ નીચે દટાયેલી મળી આવી હતી.

નૉર્થ જપાનના આઓમોરી શહેરમાં ૪૦ વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. કેટલાંક સ્‍થળોએ ૧૮૩ સેમી (લગભગ ૬ ફુટ) બરફ પડ્‍યો હતો, જે સરેરાશ કરતાં બમણાથી વધુ છે. એક સ્‍થળે સૌથી વધુ બરફ પડ્‍યો હતો, જે ૪.૫૪ મીટર (૧૪ ફુટથી વધુ) સુધી પહોંચ્‍યો હતો.

હોક્કાઇડોનું મુખ્‍ય ઍરપોર્ટ ગયા અઠવાડિયાથી અસ્‍થાયી રૂપે બંધ થવાથી સેંકડો મુસાફરો ફસાઈ ગયા હતા. ટ્રેનો મોડી પડી હતી અને હાઇવે બંધ કરવામાં આવ્‍યા હતા.

(2:56 PM IST)