હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાણી-ગાર્બેજનો ૯પ કરોડનો કરબોજ ફગાવતા શાસકો
ચૂંટણી વર્ષમાં પ્રજાલક્ષી બજેટ : વેરો વધાર્યા વગર સુવિધા વધારવાનો અભિગમ : ફલાવર બેડના વિવાદવાળા બિલ્ડીંગ પ્રોજેકટમાં હપ્તા યોજના જાહેરઃ રેસકોર્ષ સંકુલની કાયાપલટ થશેઃ નવી સેન્ટ્રલ ઝોન ઓફીસ કરણપરામાં બનાવાશેઃ બજેટની વિસ્તૃત માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર

રાજકોટઃ તા.૧૦: મનપાની સ્ટેન્ડીંગ કમીટીએ મ્યું. કમિશનર દ્વારા બજેટમાં સૂચવેલો ૯૫ કરોડનો કરબોજ ફગાવી રૂા.૧૪.૨૦ કરોડના વધારા સાથેનું ૩૬૦૪.૯૦ કરોડનું ૧૪ નવી યોજનાઓ સાથેનું ૨૦૨૫-૨૦૨૬ના વર્ષનું અંદાજપત્ર રજુ કર્યું છે.
શાસકો દ્વારા સુધારા-વધારા અને વ્યાજ માફી સાથેના બજેટ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યૂ હતું કે, લોકો ઉપર વધારાનો બોજ ન આવે પણ વધારે સુવિધા મળે તે માટે કરબોજ ફગાવી નવી યોજનાઓ સામેલ કરવામાં આવી છે.
મ્યુ. કમિશનર દ્વારા રજુ કરાયેલ વેરો ૩૫૯૫.૭૦ કરોડના બજેટમાં ૯૫ કરોડનો પાણી-ગાર્બેજ વેરો હતો જે શાસકો દ્વારા હટાવી દેવાની સાથે રૂા. ૧૪.૨૦ કરોડના કદ વધારા સાથેનું ૩૬૦૪.૯૦ કરોડનું સુધારા-વધારા સાથે બજેટ રજુ કરવામાં આવ્યું છે.
ડ્રાફટ બજેટમાં મ્યું. કમિશનર તુષાર સુમેરા દ્વારા રહેણાંકમાં ૧૫૦૦ના ૨૪૦૦ તથા બિન રહેણાંકમાં ૩૦૦૦ના ૪૪૦૦નો પાણીમાં વેરા વધારો સૂચવાયો હતો. જે સ્ટેન્ડીંગ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
ઉપરાંત મ્યું. કમિશનર દ્વારા રહેણાંકમાં ગાર્બેજ વેરામાં ૩૫૦ના ૮૦૦ રૂા. કરવા સૂચન કરાયું હતું, જેનો પણ સત્તાધીશોએ છેદ ઉડાડી કરબોજ વિહોણું બજેટ આપ્યું હતું. ચુંટણી વર્ષમાં વધારાનો બોજો ન નાખવાની પરંપરા ભાજપ શાસકોએ જાળવી છે.
સ્ટેન્ડીંગ કમિટી દ્વારા લોકોની સુવિધા વધારવા અને રાહત માટેની નવી યોજનાઓનો સમાવેશ કરાયો છે. જેમાં મિલ્કતવેરામાં ૫ હજાર તથા પાણીવેરામાં ૫ હજાર સહિત કુલ ૨૦ હજારની વ્યાજ માફીની યોજના પણ જાહેર કરી છે.
ફલાવરબેડમાં હપ્તા પધ્ધતિઃ રાજકોટ મહાનગર વિસ્તારમાં માત્ર ફલાવર બેડ (આર્કિટેકચરલ પ્રોજેક્શન્સ) માટે ઘણાં સમયથી આવેલ અરજીઓ અન્વયે બી.યુ. પરમીશન આપવાની ઙ્કક્રિયાને વેગવંતી બનાવી, શહેરીજનોને સરકારશ્રીની નીતિનો મહત્તમ અને ઝડપી લાભ થઈ શકે તે માટે બી.યુ. પરમીશન માટે રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્ધતિ યોજના અમલમાં મુકવામાં આવશે.
આ યોજના અંતર્ગત રૂ.૫૦ લાખથી ઓછી રકમની રેગ્યુલરાઇઝેશન ફી એક સાથે ભરપાઈ કરવાની રહેશે, તેમજ રૂ.૫૦ લાખ કે તેથી વધુની રકમ એક વર્ષની સમયમર્યાદામાં ચાર ત્રિમાસિક હપ્તાથી ભરપાઈ કરી શકાશે.
રેસકોર્ષ સંકુલ બ્યુટિફિકેશન સાથે નવિનીકરણ કરવાનું કામઃ
રેસકોર્ષ સંકુલ તે રાજકોટ શહેરની મધ્યમાં આવેલ રમત ગમત તથા રીક્રીએશનલ સુવિધાનું સેન્ટર છે. રેસકોર્ષ સંકુલના નવિનીકરણનો મુખ્ય ઉદ્દેશ સરળ પરિવહન તથા શહેરના તમામ વર્ગના લોકો જેવા કે, બાળકો, યુવાનો તથા સિનિયર સિટીઝન લોકો માટે રેસકોર્ષની સુવિધાઓમાં વધારો કરવો તથા તેમની રેસકોર્ષ સંકુલની મુલાકાત સુખદ રહે તે છે.
રેસકોર્ષ નવિનીકરણની મુખ્ય વિશેષતાઓમાં અંદરના રસ્તાઓને ટ્રાફિક મુકત કરવા માટે અંદરના રસ્તાઓની રી-ડિઝાઈન જેમા મુખ્યત્વે વ્હીકલ માટે સ્લો સ્પીડ ઝોન, પેડેસ્ટ્રીયન માટે પહોળી ફૂટપાથ, ઓફ સ્ટ્રીટ પાકશ્નગનો સમાવેશ થાય છે. સાથોસાથ હૈયાત બગીચાઓનું અપગ્રેડેશન, પ્લાઝા તથા સીટીંગ એરિયામાં વધારો, લાઇટીંગનું નવિનીકરણ, દિવ્યાંગ પાર્કનો સમાવેશ, પબ્લિક ટોઇલેટ, સાઇનેજીસનું નવિનીકરણ સહિતની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે, જેના માટે વર્ષ ૨૦૨૬-૨૭ બજેટમાં રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
શહેરોમાં બ્રિજની જરૂરીયાત અંગે પાયલોટ સ્ટડીઃ
ભવિષ્યમાં આવનારા દિવસોમાં રાજકોટ શહેરમાં નવા ભળનાર વિસ્તારોમાં જ્યાં જરૂર પડે સરવે મુજબ બની શકે તે મુજબ નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવા માટે ફીઝીબીલીટી સરવે/પાયલોટ સ્ટડી કરવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં નવા બ્રિજ બનાવવાનું આગોતરું આયોજન થઇ શકશે અને ભવિષ્યમાં થનાર ટ્રાફિક સમસ્યાને મહદ્અંશે હળવી બનાવી શકાશે. જે માટે વર્ષ ૨૦૨૬-૨૭ બજેટમાં રૂ.૧ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે.
તમામ પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરાશે
રાજકોટ શહેરમાં આવનાર વર્ષ ૨૦૨૬-૨૭માં ‘‘સ્વચ્છ ભારત મિશન ૨.૦ તથા'' ‘‘૧૫માં નાણાપંચ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ'' ગ્રાન્ટમાંથી કુલ આશરે ૨૫ નંગ નવા પબ્લીક ટોઇલેટ બનાવવાનું તથા જુના જર્જરીત થઈ થયેલ પબ્લીક ટોઇલેટ દુર કરી નવા બનાવવામાં આવશે. આ નવા બનાવવામાં આવનાર પબ્લીક ટોઈલેટમાં પુરુષો માટે,સ્ત્રીઓ માટે, બાળકો માટે. , દીવ્યાંગો માટે તથા ટ્રાન્સજેન્ડર માટે સુવિધાઓ ઉપલબ્ધ હશે, તેમજ સેનેટરી પેડ વેન્ડીંગ મશીનની સુવિધાઓ હશે. આ યોજના માટે રૂ.૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
નાના મવા બ્રિજ નીચે પી.પી.પી. ધોરણે ગેમઝોન સાથે કાકેટેરીયાઃ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મનોરંજન તથા ફૂડ સુવિધાઓ એક જ સ્થળે સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થાય તે હેતુસર PPP આધારીત Food Court તથા Game Zone નાના મવા બ્રિજની નીચે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમા_ Large Food Court અંદાજે ૬૦૧ ચો.મી., Small Food Court - અંદાજે ૩૦૧ ચો.મી., Large Game Zone - અંદાજે ૬૦૧ ચો.મી., Small Game Zone - અંદાજે ૩૦૧ ચો.મી. નો સમાવેશ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પી.પી.પી. ધોરણે હાથ ધરવામાં આવશે, જેમાં જમીન તથા આધારભૂત સુવિધા મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાશે, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી ખાનગી ભાગીદાર દ્વારા કરવામાં આવશે, મહાનગરપાલિકા પર સીધો નાણાંકીય ભાર નહીં આવે, ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઝડપી સમયમર્યાદામાં વિકસિત થશે, ભાડું/રેવન્યુ શેરિંગ દ્વારા મહાનગરપાલિકાને નિયમિત આવક ઙ્કાપ્ત થશે.
સંયુક્ત Food Court તથા Game Zone થકી નાગરિકોને એક જ સ્થળે ફૂડ મનોરંજન ૅ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ સુવિધા મળશે, બાળકો અને યુવાનોમાં રમતગમત તથા સક્રિય જીવનશૈલી પ્રત્યે રસ વધશે, પરિવાર માટે સ્વચ્છ, સલામત અને આયોજનબદ્ધ જગ્યા મળશે, બ્રિજની નીચેનો અવ્યવસ્થિત વિસ્તાર ઉપયોગી અને સક્રિય જાહેર સ્થળમાં રૂપાંતરિત થશે.
અંદાજિત ખર્ચ(ભ્ભ્ભ્ આધારિત): કુલ અંદાજિત પ્રોજેકટ ખર્ચઃ રૂ. ૮ થી ૧૦ કરોડ (અંદાજે) ખાનગી ભાગીદાર દ્વારા મૂડીરોકાણ કરવામાં આવશે, અને મહાનગરપાલિકાની નાણાંકીય જવાબદારી મર્યાદિત રહેશે. આ પ્રોજેક્ટ PPP મોડેલ હેઠળ અમલમાં મૂકવાથી મહાનગરપાલિકાને આધુનિક જાહેર સુવિધા પ્રાપ્ત થશે તથા લાંબા ગાળે આર્થિક લાભ પ્રાપ્ત થશે.
નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડીંગ બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં ઉતરોતર વધારો થતા રાજકોટના નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ માટે મુખ્ય ઓફિસ પર ન આવવુ પડે તેમજ મુખ્ય ઓફિસ પર કામગીરીના ભારણમાં ઘટાડો થાય તથા સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે ક્રમશઃ ઇસ્ટ ઝોન તથા વેસ્ટ ઝોન ઓફિસ બનાવવામાં આવેલ તેમજ હાલમાં સાઉથ ઝોન ઓફિસ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આજ રીતે હાલની ઢેબરભાઈ રોડ સ્થિત હયાત સેન્ટ્રલ ઝોન ઓફિસની સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવા કરણપરા, પ્રભાદેવી જે. નારાયણી લાયબ્રેરી વાળા કેમ્પસમાં ૪૨૫૦ ચો.વાર પ્લોટ એરીયામાં નવી સેન્ટ્રલ ઝોન ઓફિસનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજીત ૭૫૦૦૦ ચો.ફૂટમાં ગ્રાઉન્ડ ફલોર પાંચ માળનું બાંધકામ, પાર્કીંગ સુવિધા, વિવિધ વિભાગો માટેની ઓફિસો, ટોઇલેટ, લિફટ, સીડી, ફાયર સિસ્ટમ, સી.સી.ટી.વી. સહિતની સુવિધાસભર કચેરીનું નિર્માણ કરવામાં આવશે.
મહિલા સુરક્ષિત સફર યોજના
આ યોજના હેઠળ તમામ મહિલા મુસાફરોને વાર્ષિક માત્ર રૂ. ૧૦૦૦/-ના નજીવા દરથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટ બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવાના કોઈપણ રૂટમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે. મહિલા મુસાફરોએ આગામી નાણાંકીય વર્ષથી (૧ એપ્રિલ-૨૦૨૬થી) આ યોજનાનો લાભ લેવા માટે પાસ કઢાવવા માટે અરજી કરવાની રહેશે.
આ યોજના હેઠળ રાજકોટ શહેરમાં ઝોન વાઇઝ ત્રણ સીટી બસ (આર.એમ.ટી.એસ.)ના રૂટ પર ખાસ શ્નપિંક બસઙ્ખ ફક્ત મહિલા મુસાફરી માટે કાર્યરત કરવામાં આવનાર છે, જેમાં ડ્રાયવર તેમજ કન્ડક્ટર પણ મહિલા રહેશે. આ યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા પોતાનું આઈ.ડી. કાર્ડ તથા મુસાફરી પાસ રજુ કરીને મુસાફરીનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત પિંક બસમાં તેની માતા સાથે ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.
ફાયર સેફ્ટી અંગે જનજાગળતિ તાલીમ ઝુબેશ
રાજકોટ શહેરના નાગરિકો ‘‘ફાયર સેફ્ટી'' અંગે જાગળતિ કેળવાય અને આપત્તિ વ્યવસ્થાપનથી વાકેફ થઈ પોતાની તેમજ કુદરતી આપદા અને આકસ્મિક ઘટના સમયે પરિવારજનોની સલામતિ માટે યોગદાન આપી શકે તે માટે જુદા-જુદા જાહેર સ્થળોએ જનજાગળતિ ઝુંબેશ અને વર્કશોપ/સેમિનાર જેવા કાર્યક્રમો બહોળા પ્રમાણમાં યોજવામાં આવશે.
મારૂ ઘર - સેગ્રીગેશન વાળું ઘર અંતર્ગત સઘન જનજાગળતિ ઝુંબેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન અને ઘરઆંગણે વેસ્ટ સેગ્રીગેશન સુનિヘતિ કરવા માટે સઘન IEC અભિયાન હાથ ધરવામાં આવનાર છે. ‘‘મારું ઘર - સેગ્રીગેશન વાળું ઘર'' પહેલ હેઠળ સમગ્ર શહેરના ૧૮ વોર્ડમાં ૨,૫૮૦થી વધુ જાગળતિ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક ઘર સુધી પહોંચીને કચરાના વિવિધ પ્રવાહો વિશે યોગ્ય સમજણ આપવી અનેસ્ત્રોત સ્તરે જ વિભાજન સુનિヘત કરવો છે.
આ ઝુંબેશ હેઠળ મુખ્ય પગલાં અને કાર્યણાલીમાં દરરોજ સરેરાશ ૧૫-૨૦ જાગળતિ કાર્યક્રમો, દરવાજે-દરવાજે માર્ગદર્શન અને સમજણ, શાળા, સમાજ અને જાહેર સ્થળોએ તાલીમ અને પ્રદર્શન, વર્તન પરિવર્તન માટે સતત નાગરિક સંવાદ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનો આ સંકલિત પ્રયાસ શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ટકાઉ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે. (૩.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
