News of Tuesday, 10th February 2026
વેરા વધારાને શહેરવટો : વેરાના વ્યાજમાં પ-પ હજાર માફી
ટીમ જયમીન ઠાકરે બજેટમાં આકર્ષણ વધાર્યુ : ૩૬૦૪.૯૦ કરોડનું બજેટ : ૧૪ નવી યોજનાઓમાં રેસકોર્ષ નવીનીકરણ, શહેરમાં બ્રીજની જરૂરીયાત અંગે પાયલોટ સ્ટડી, વોર્ડ નં.૧૫ના કોમ્યુનીટી હોલનું રિનોવેશન, વોર્ડ નં.૧૨માં નવો સ્વીમીંગ પુલ, વેસ્ટઝોનમાં નવું શોપીંગ સેન્ટર- મોર્ડન ફુડ ઝોન સહિતની સુવિધાઓ વધશે : મ્યુનિ. કમિશનરે સુચવેલ પાણી અને ગાર્બેજ વેરામાં વધારો નામંજુર : સામાન્યકર અને પાણી વેરાના વ્યાજમાં પ-પ હજાર માફી : યોજનાની કાલનથી અમલવારી : ૩૧ માર્ચ ર૦ર૬ સુધી લાભ મળશે

બજેટ ૨૦૨૬: મનપાના સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે ૧૪.ર૦ કરોડના વધારા સાથે પાણી-ગાર્બેજ વેરાને ફગાવી ૪૭ કરોડની નવી યોજનાઓ વાળુ લોકાભિમુખ બજેટ રજુ કયું ત્યારની તસ્વીર (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
ભાજપ સંકલન બેઠકમાં બજેટનો ચિતાર રજુ કરાયોઃ બજેટ પૂર્વે મળેલ ભાજપ સંકલનની બેઠકમાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે વિગતવાર માહિતી આપી હતી. ઉપરોકત તસવીરમાં ૨૦૨૬-૨૭ ના બજેટ સાથે જયમીન ઠાકર લાક્ષણીક મુદ્દામાં દર્શાય છે. જ્યારે ઉપરની પ્રથમ તસ્વીરમાં બજેટની છણાવટ કરતા જયમીન ઠાકર સાથે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારા સભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ તથા દંડક મનીષભાઇ રાડીયા દર્શાય છે. જ્યારે નીચેની તસવીરમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો તથા કોર્પોરેટરો દર્શાય છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)(૬
રાજકોટ,તા. ૧૦: મ્યુનિ. કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું હતું. જેમાં ૯પ કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો. ઉપરાંત પાણી વેરામાં વધારો, ગાર્બેજ કલેક્શનમાં બે ગણો ચાર્જમાં વધારો ચાર્જમાં વધારો ઝીંકાયો હતો. જો કે શાસકો આ વેરા વધારો ફગાવી ૧૪.૨૦ કરોડના વધારે સાથે ૪૭ કરોડની નવી યોજના ઉમેરી ૩૬૦૪.૯૦ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે.
ચૂંટણી વર્ષમાં શાસકો વર્ષતા આ બજેટમાં આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના મિલ્કતધારકોએ ભરવાના બાકી રહેલ ઙ્કોપર્ટી ટેક્ષમાં ચડત વ્યાજમાં રાહત આપવા માટે રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્કતોમાં સામાન્ય કરના ચડત વ્યાજમાં રૂ.૫૦૦૦ સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે, તેમજ રહેણાંક તથા બિન-રહેણાંક મિલકતોમાં બાકી રહેલ પાણી વેરાના ચડત વ્યાજમાં રૂ.૫૦૦૦ સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે, આમ કુલ મળી રૂ.૧૦,૦૦૦ સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. આ યોજનાનો અમલ આવતીકાલથી શરૂ કરવામાં આવશે તથા આગામી તા.૩૧ માર્ચ સુધી જ આ યોજના અમલમાં રહેશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર વર્તમાન ભાજપ શાસનની બીજી ટર્મની સ્ટેન્ડિંગ કમીટીએ ગહન અભ્યાસ, મંથન, મહાનગરપાલિકાની સેવા અને જવાબદારીઓ સામે આવકનાસ્ત્રોત સહિતના મુદ્દાઓ ધ્યાને લઈ આજે કમિટીની બેઠકમાં મંજુર કર્યું છે.
મહાનગરની જનતા માટે દર વર્ષે લોકભોગ્ય બજેટ અમલમાં મુકવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ‘ન.ગ.ર.' એટલે કે નળ, ગટર, રસ્તાના કામો ઉપરાંત સફાઈ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સ્પોર્ટસ સુવિધા, ફરવાના સ્થળો, ગાર્ડન તથા વળક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, યોજનાકીય કેમ્પ થકી ‘મહાનગરપાલિકા તમારે દ્વાર' જેવી સગવડતાઓ, પર્વો-તહેવારો પર સાંસ્કળતિક કાર્યક્રમોથી લોકોને મનોરંજન આપવા પણ પુરા પ્રયાસો કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક, જડ્ડુસ ચોક અને છેલ્લે કે.કે.વી. હોલ ચોકમાં મલ્ટીલેવલ ‘શ્રી રામ બ્રિજ'નું લોકાર્પણ કરી રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા છે. નવા વર્ષમાં કટારીયા ચોકડીએ ‘આઈકોનિક બ્રિજ', પી.ડી.એમ. ફાટક અન્ડરબ્રિજના આયોજન વચ્ચે સાંઢીયા પુલ પર નવા ફોરલેન બ્રીજનો પ્રોજેક્ટ ફાઇનલ થઇ ગયો છે.
મહાનગરપાલિકાના મહેસુલ ખર્ચને પહોંચી વળવા કમિશનરશ્રીએ રૂ.૩પ૯પ.૭૦ કરોડના બજેટમાં રૂ.૯પ કરોડનો કરવધારો સૂચવ્યો છે. પરંતુ રાજકોટની ?જાને હાલના કરવેરાનું પૂરૂ વળતર મળે, સેવાઓનો સંતોષ વધે અને વધુ સુવિધાઓ મળે એ વાત ધ્યાને રાખી લોકોને પ્રત્યક્ષ અસરકર્તા હોય તેવી નવી કરવધારા દરખાસ્તો નામંજુર કરવામાં આવે છે. લોકોને વધુ સંતોષજનક સુવિધા આપવાના પ્રયાસો વધારવા અને આવકનાસ્ત્રોત વધુ મજબુત કરીને ‘આત્મનિર્ભરઁ બનવા ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ ખભેખભા મિલાવીને કામ કરશે. આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા માટે આવકના નવાસ્ત્રોતો ઉભા કરવા માટે પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. અર્લી બર્ડ સ્કીમમાં આ વર્ષે ૪ લાખથી વધુ મિલકત ધારકે રૂ.૩૨૬ કરોડનો કર ભર્યો ર૦ હજારથી વધુ નવા કરદાતા વધ્યા. આ વર્ષે રૂ.૩૭૫ કરોડ અને ૨૦૨પ-૨૬માં રૂ.૪૧૦ કરોડની આવક થવાની આશા છે.
રાજકોટ મહાનગરપાલિકાના ૫ર વર્ષ પૂર્ણ થતા આ સુવર્ણ અવસરે રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં રૂ. ૪૭ કરોડની નવી ૧૪ યોજનાઓ સામેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી, વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ ગહન વિચાર-વિમર્શ કરી, જરૂરી નિર્ણયો કર્યા છે. આગામી વર્ષ માટેની શહેરની વિકાસની રૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી આશા સ્ટે.ચેરમેને વ્યકત કરી છે.
અંતમાં જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી, વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ ગહન વિચાર-વિમર્શ કરી, શહેરીજનોના વિશાળ હિતને ધ્યાને રાખી, કમિશનરશ્રીએ સુચવેલ કરબોજમાં વધારા તથા નવા કરબોજની દરખાસ્ત સર્વાનુમતે ‘નામંજુર' કરવા સહિતના જરૂરી નિર્ણયો કર્યા છે. આગામી વર્ષ માટેની શહેરની વિકાસની રૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી મને આશા છે.(૬.૬)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
