હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીની દીકરીઓ બનશે 'લખપતિ': રેખા ગુપ્તા સરકારની શાનદાર ભેટ : શિક્ષણ પૂરું થતા જ મળશે ₹1 લાખ!
જૂની 'લાડલી યોજના'નો સૂર્યાસ્ત અને ૧ એપ્રિલથી 'લખપતિ બીટિયા યોજના'નો ઉદય: વાર્ષિક ₹1.20 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોની બે દીકરીઓને મળશે સીધો આર્થિક લાભ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાની સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીવાસીઓ માટે ખુશીનો પિટારો ખોલ્યો છે. દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને વેગ આપવા માટે તેમણે 'લખપતિ બીટિયા યોજના'ની જાહેરાત કરી છે. આ યોજના માત્ર એક આર્થિક સહાય નથી, પરંતુ દિલ્હીની દીકરીઓને પગભર બનાવવાનું એક મજબૂત માધ્યમ છે. નવી યોજના મુજબ, પાત્રતા ધરાવતા પરિવારોની બે દીકરીઓને તેમના જન્મથી લઈને સ્નાતક સુધીના વિવિધ તબક્કે કુલ ₹56,000ની સહાય આપવામાં આવશે, અને જેવી દીકરી પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરશે, તેને પરિપક્વતા પર એકસાથે ₹1 લાખની માતબર રકમ મળશે.
મુખ્યમંત્રીએ આ સાથે જ વર્ષોથી ચાલી આવતી 'લાડલી યોજના'ને ૩૧ માર્ચ ૨૦૨૬થી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટતા કરી કે લાડલી યોજનામાં રહેલી ખામીઓને કારણે હજારો દીકરીઓ પોતાના હકના નાણાંથી વંચિત રહી હતી. વડાપ્રધાન મોદીની 'મેરી પુંજી મેરા અધિકાર' યોજનાથી પ્રેરિત થઈને, રેખા ગુપ્તા સરકારે આ નવી યોજનામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો છે. સરકાર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ₹160 કરોડનું બજેટ ફાળવશે. ખાસ વાત એ છે કે, જે દીકરીઓ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પહેલા લગ્ન કરી લેશે તેમને આ લાભ મળશે નહીં, જેનો સીધો હેતુ બાળ લગ્ન અટકાવવાનો અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવનારી આ યોજના દિલ્હીના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આશાનું નવું કિરણ લઈને આવી છે. વાર્ષિક ₹1,20,000 કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારો આ યોજનાનો લાભ લઈ શકશે. સરકારનું માનવું છે કે આ રકમથી દીકરીઓ પોતાની કારકિર્દી બનાવી શકશે અથવા લગ્ન સમયે આર્થિક રીતે સક્ષમ બની શકશે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે અગાઉની યોજનાની બાકી રહેલી ૩૦,૦૦૦થી વધુ છોકરીઓને પણ તેમના પૈસા ચૂકવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકારનો આ માસ્ટરસ્ટ્રોક આવનારી ચૂંટણીઓમાં પણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
