હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇન્ટરનેટ પર છવાયો આંધ્રપ્રદેશના આ ગુરુજીનો 'દેશી અંદાજ': અઠવાડિયાના દિવસોના નામ શીખવવાની મનોરંજક સ્ટાઇલના ૨ કરોડથી વધુ લોકો થયા દીવાના!
સ્માર્ટ બોર્ડ કે ટેકનોલોજી વગર પણ કેવી રીતે બાળકોને ગમતું ભણતર આપી શકાય તેનું જીવંત ઉદાહરણ; ગીત અને ડાન્સ સાથે 'સન સન સન્ડે' ગાતા ભૂલકાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પાર્વતીપુરમ : જ્યારે ભણાવવાની ધગશ હોય ત્યારે મોંઘા સાધનોની જરૂર પડતી નથી, અને આ વાત આંધ્રપ્રદેશના પાર્વતીપુરમની એક સરકારી શાળાના શિક્ષક 'ધર્મા'એ સાબિત કરી બતાવી છે. તેમણે પ્રાથમિક શાળાના બાળકોને અઠવાડિયાના સાત દિવસના નામ યાદ રખાવવા માટે એક એવી મનોરંજક રીત શોધી કાઢી છે કે જેનો વીડિયો અત્યારે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૨૦ મિલિયન (૨ કરોડ) થી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષક ધર્મા વર્ગખંડની સામે ઉભા રહીને એક લયબદ્ધ ગીત ગાય છે અને સાથે વિશિષ્ટ હાવભાવ (એક્શન) કરે છે. બાળકો પણ ઉત્સાહપૂર્વક તેમની નકલ કરીને 'રવિવાર' થી 'શનિવાર' સુધીના નામ શીખી રહ્યા છે. આ પદ્ધતિમાં ગોખણપટ્ટીને બદલે સંગીત અને શારીરિક હિલચાલ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી બાળકો રમત-રમતમાં બધું યાદ રાખી લે છે.
'સન સન સન્ડે' થી 'ટુ ટુ ટ્યુઝડે' સુધીની સફર
શિક્ષકની આ અનોખી કવિતામાં રવિવારને સૂર્ય સાથે જોડીને "સન સન સન્ડે" ગાવામાં આવે છે, જ્યારે મંગળવાર માટે "ટુ ટુ ટ્યુઝડે" જેવા પ્રાસ બેસાડતા શબ્દોનો ઉપયોગ થયો છે. બાળકો આ ગીત પર ઝૂમતા-નાચતા જે રીતે ભણી રહ્યા છે, તેણે નેટીઝન્સના દિલ જીતી લીધા છે. લોકો કોમેન્ટ સેક્શનમાં આ શિક્ષકની પ્રશંસા કરતા થાકતા નથી અને કહી રહ્યા છે કે, "દરેક શાળામાં આવા જ પ્રેમાળ અને સર્જનાત્મક શિક્ષકો હોવા જોઈએ."
શિક્ષક-વિદ્યાર્થીના અતૂટ પ્રેમની વાર્તા
આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો મોબાઈલ સ્ક્રીન પાછળ પાગલ છે, ત્યાં આવા ભૌતિક અને આત્મીય શિક્ષણની ખૂબ જરૂર છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં બેંગલુરુની એક શિક્ષિકા માટે તેના નાના વિદ્યાર્થીઓ ઘરેથી ફળો લઈ આવ્યા હતા. આ તમામ કિસ્સાઓ દર્શાવે છે કે જો શિક્ષક બાળકો સાથે લાગણીથી જોડાય, તો ભણતર ક્યારેય બોજ લાગતું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
