હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અદાણી એન્ટરપ્રાઈઝ બદનક્ષી કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત જાહેર : ગાંધીનગરની માણસા કોર્ટે ફટકારી એક વર્ષની જેલની સજા
અદાણી ગ્રુપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પાયાવિહોણી અને અપમાનજનક ટ્વીટ્સ કરવા બદલ ન્યાયાલયની કડક કાર્યવાહી : જેલવાસની સાથે દંડ પણ ફટકારાયો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાની માણસા મેજિસ્ટ્રેટ કોર્ટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી બદનક્ષીના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પત્રકાર રવિ નાયરને અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી ખોટી અને વાંધાજનક ટ્વીટ્સ પ્રસિદ્ધ કરવા બદલ દોષિત ઠેરવી એક વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો છે.
સમગ્ર વિવાદ અને કોર્ટની કાર્યવાહી
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા રવિ નાયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, રવિ નાયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને કંપની અને ગ્રુપ વિશે ખોટી તથા બદનક્ષીભરી વિગતો ફેલાવી હતી. અદાણી ગ્રુપની દલીલ હતી કે આ ટ્વીટ્સ કોઈ વાજબી ટીકા કે ટિપ્પણી નહોતી, પરંતુ જાહેર જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની વિશ્વસનીયતા ઘટાડવાના હેતુથી કરવામાં આવેલું એક પૂર્વ આયોજિત કૃત્ય હતું.
અદાલતનો ચુકાદો
માણસા કોર્ટમાં ચાલેલા આ કેસના સંપૂર્ણ ટ્રાયલ બાદ, મેજિસ્ટ્રેટ અદાલતે તારણ કાઢ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પોતાનો પક્ષ સાબિત કરવામાં સફળ રહી છે. કોર્ટે માન્યું કે રવિ નાયર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ફોજદારી બદનક્ષીની કક્ષામાં આવે છે. આ ગુના બદલ કોર્ટે તેમને એક વર્ષના જેલવાસની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ચુકાદા બાદ રવિ નાયરનો તત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો. આ કેસના પરિણામથી કોર્પોરેટ જગતમાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદાકીય મર્યાદાઓ સ્પષ્ટ થઈ છે. (ધપ્રિન્ટ.કોમ માંથી સાભાર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
