News of Wednesday, 11th February 2026
મહારાષ્ટ્રમાં ‘ત્રીજુ મુંબઈ' બનશે
નવી નીતિમાં ૨૨.૫ ટકા લેન્ડ રિટર્ન પોલિસી અને અસરગ્રસ્તોને પ્લોટ ફાળવણીનો સમાવેશ

મુંબઈ,તા.૧૧: મહાનગર મુંબઈના વિસ્તાર અને વિકાસી સીમાઓ સતત વધી રહી છે. મહારાષ્ટ્ર કેબિનેટે નવી મુંબઈની જેમ જ હવે અટલ સેતુ તરીકે ઓળખાતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કની નિકટના વિસ્તારોમાં ત્રીજું મુંબઈ બનાવવાનો નિર્ણય લીધો છે અને તે માટેની જમીન સંપાદન તથા ફાળવણી નીતિને મંજૂરી આપી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન (MMR)માં આયોજિત નગરવિકાસ અને રોકાણને વેગ આપવાના હેતુથી આ નીતિ ઘડવામાં આવી છે. અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ નજીકના વિસ્તારોને વિકસાવવા માટે આ નીતિ લાગુ પડશે.
સુનિયોજિત શહેરીકરણ, ઔદ્યોગિક રોકાણ, લોજાિસ્ટિક્સ સુવિધાઓથી સજ્જ રહેણાક-વાણિજ્યિક માળખું વિકસાવવાની આ નિર્ણયમાં સ્પષ્ટ જોગવાઈઓ છે. નવી પોલિસીમાં જમીન સંપાદનની કાર્યવાહી મહારાષ્ટ્ર રિજિયોનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૬૬ની કલમ ૧૨૬ અન્વયે પરસ્પર સંમતિથી અથવા તો લેન્ડ એક્વિઝિશન એક્ટની જોગવાઈ હેઠળ વળતર ચૂકવીને હાથ ધરવામાં આવશે.
જમીન સંપાદન બદલ મળનારા વળતરને ફલોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) અથવા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) સ્વરૂપે ચૂકવવામાં આવશે. નવી નીતિમાં ૨૨.૫ ટકા લેન્ડ રિટર્ન પોલિસી અમલમાં આવશે. ખાનગી રોકાણકારોએ વાટાઘાટો મારફતે હસ્તગત કરેલી જમીન હશે તો અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવશે. ૨૫ ટકા સુધીના વિસ્તારમાં સીધા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
