News of Wednesday, 11th February 2026
પગારદારના રિટર્નમાં વ્યાજ, ડિવિડંડને ટીડીએસની વિગતો ભરાયેલી આવશે
સીબીડીટીના ચેરમેને કરદાતાઓને અણસાર આપ્યો : કરદાતાઓના શેરબજારના રોકાણની અને કેપિટલ ગેઈનની વિગતો તૈયાર કરી પ્રી ફિલ કરવી સીબીડીટી માટે અત્યંત મુશ્કેલ

નવી દિલ્હી,તા.૧૧: નવા આવકવેરા નિયમો હેઠળ પગારદાર કર્મચારીઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મમાં કર્મચારીને થયેલી વ્યાજની આવક, તેના નાણાંકીય વહેવારોમાં થયેલા કરકપાત-ટીડીએસ કે પછી ટીસીએસની વિગતો તથા તેને થયેલી ડિવિડંડની વિગતો ભરાઈને જ આવે તેવી વ્યવસ્થા સીબીડીટી કરવા જઈ રહ્યું છે. છે. તેમ જ પગારદારને થયેલી પગારની આવકની વિગતો પણ ભરાઈને જ આવશે. પરિણામે કરદાતા માટે રિટર્ન ફાઈલ કરવું સરળ બની જશે.
સેન્ટ્રલ બોર્ડ આલ્ફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે પહેલી એપ્રિલથી અમલમાં આવનારા સરળ આવકવેરા નિયમો મુજબ જે પગારદાર વ્યક્તિને વધારાની કોઈ આવક નથી તે વ્યક્તિ પ્રી-ફિલ્ડ રિટર્નમાં આપેલી માહિતી ચકાસીને સીધું જ રિટર્ન સબમિટ કરી શકશે. આમ તેમને રિટર્ન ફાઈલ કરવામાં કોઈ જ તકલીફ પડશે નહિ. જોકે આવકવેરાના જાણકારોનું કહેવું છે કે શેરબજારમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ પર થયેલા કેપિટલ ગેઈનની વિગતો તેમાં મૂકી શકાય તેવું હાલના તબક્કે જણાતું નથી. તેમાં શેર્સના ખરીદભાવ સહિતની તમામ વિગતો મળ્યા પછી જ કેપિટલ ગેઈનની વિગતો મળી શકે છે. તેમ જ કોસ્ટ ઇન્ફલેશન ઈન્ડેક્સને આધારે તેના કેપિટલ ગેઈનની ગણતરી કરવી પડતી હોવાથી તે વિગતો આવી શકશે નહિ.
નવા સરળ નિયમો અને ફોર્મ પાછળનો ઉદ્દેશ સમજાવતા રવિ અગ્રવાલે કહ્યું હતુ કે અમારો હેતુ અનાવશ્યક ફોર્મ ઘટાડવાનો છે. તેમ જ મુખ્ય ધ્યાન યોગ્ય માહિતી એકત્ર કરવા પર છે. કરદાતાઓને આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવા પહેલાં જાહેર જનતાથી પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિયમો માર્ચના પ્રથમ અઠવાડિયામાં જાહેર સરળતા રહે તે માટે સરકારે નિયમો અને ફોર્મ પણ સરળ ભાષામાં તૈયાર કર્યા છે. કરવામાં આવશે.તેની સાથે જ કરદાતાઓને માટે કાયદાનું પાલન કરવાનું કામ વધુ સરળ બની જશે. છેવટે કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં મદદ મળી રહેશે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
