<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

અજિત પવારનું પ્‍લેન ક્રેશ એક કાવતરું હોવાનો રોહિત પવારનો આરોપ

મોસાદની ટેકનિક પ્રમાણે પ્‍લેન ક્રેશ થયું તેવો આક્ષેપ : અજિત પવારનું શિડયુલ બદલાયું, છેલ્‍લી ઘડીએ નવા પાયલોટ સહિતનાં કારણો આગળ ધરી શંકા રજૂ કરી

મુંબઈ,તા.૧૧: અજિત પવારને લઈ જતું વિમાન તૂટી પડ્‍યું એ દુર્ઘટના નહિ પરંતુ એક ષડયંત્ર હોવાનો આરોપ શરદ પવારની એનસીપીના ધારાસભ્‍ય રોહિત પવારે કર્યો છે. રોહિત પવારના આરોપ અનુસાર ઈઝરાયેલની ગુપ્તચર સંસ્‍થા મોસાદની શૈલી પ્રમાણે આ કાવતરું ઘડાયું હોવાની શંકા છે.

રોહિત પવારના દાવા અંગે પોતે આ અંગે તપાસ કરી રહ્યા હતા ત્‍યારે સુરક્ષા તંત્રમાં રહેલા એક વ્‍યક્‍તિએ મને 'દેગન' નામના વ્‍યક્‍તિની ટેકનિક વિશે કહ્યું હતું. જો તમે કોઈ મોટા વ્‍યક્‍તિને મારવા માંગતા હો તો તેના પાયલોટને મારી નાંખો અને મામલો સમાપ્ત થઈ જશે. તે એક ક્રૂર ટેકનીક છે. એમ કહીને રોહિત પવારે અજિત પવારના અવસાન પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની શક્‍યતા દર્શાવી હતી.

રોહિત પવારના દાવા અનુસાર અજિત પવાર તે દિવસે કાર દ્વારા બારામતી આવવાના હતા. પરંતુ, વિદર્ભના એક નેતા સાથે એક મુલાકાત બાદ તેમણે ફલાઈટ દ્વારા આવવાનું નક્કી કર્યું હતું. અજિત પવાર પર ખૂબજ મહત્‍વપૂર્ણ ફાઈલ પર સહી કરવા માટે કરવામાં આવ્‍યું મંત્રાલયમાં હોવાથી અને ટ્રાફિકને કારણે તેને પહોંચવામાં ઘણો સમય લાગ્‍યો હતો. ફાઈલ પર સહી કરવામાં ઘણો વિલંબ થયો અને આખરે અજિત પવારને વિમાન દ્વારા મુસાફરી કરવી પડી હતી. એવો દાવો રોહિત પવારે કર્યો હતો.

રોહિત પવારે આક્ષેપ કર્યો હતો કે ફલાઈટના કેપ્‍ટન સુમિત કપૂરને અગાઉ દારુના સેવન બદલ ત્રણ વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરાયા હતા. આ વિમાન મૂળ સાહિલ મદાન અને યશ ચલાવવાના હતા પરંતુ તેઓ ટ્રાફિકને કારણે મોડા પડ્‍યા હતું તે પૂછી સુમિત કર અને ટ્રાફિક રીતે પહોંચ્‍યા તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલ સીઆઈડી તપાસ કરી રહી છે પરંતુ તેની સત્તાઓ મર્યાદતિ છે. વાસ્‍તવમાં અનેક એજન્‍સીઓને સાંકળી સર્વગ્રાહી તપાસ થવી જોઈએ. વિમાનની માલિક વીએસઆર કંપની ડીજીસીએમાં બહુ વગ ધરાવે છે. તેમની સામે કોઈ પગલાં ભરાતાં નથી.

(10:01 AM IST)