News of Wednesday, 11th February 2026
વેચાણ બાદ વેપારીને અપાતા ડિસ્કાઉન્ટમાં હવે બંને પક્ષે કરાર થવાનું જરૂરી નથી
ડિસ્કાઉન્ટમાં વેપારીઓ માટે રાહત આપતો જીએસટીમાં નિર્ણય : ડિસ્કાઉન્ટ જેટલી આઇટીસી રિવર્સ કરવામાં આવે તેવો કરાયેલો સુધારો

મુંબઈ,તા.૧૧: વેપારી દ્વારા વસ્તુનું વેચાણ કરવામાં આવ્યા બાદ માલની ખરીદી કરનાર વેપારી ઝડપથી નાણાંની ચુકવણી કરે તો તેને ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. પરંતુ તે પહેલા વેપારીએ જીએસટીની ચુકવણી કરી દીધી હોવાના કારણે તેને આઇટીસી પરત મળતી નહોતી, પરંતુ હવેથી વેપારીએ લીધેલી આઇટીસી રિવર્સ કરે તો માલનું વેચાણ કરનાર વેપારીને રિફંડ મળવામાં સરળતા રહેશે. જોકે આ માટે પહેલા બંને પક્ષે કરાર કરવામાં આવતો હતો ત્યારે જ તેને રિફંડ મળતું હતું. તે જોગવાઈ હવેથી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેનો અમલ આગામી એક એપ્રિલ ૨૦૨૬થી કરવામાં આવનાર છે.
કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલા આ સુધારાને કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. તે માટેનું કારણ એવું છે કે વેપારીએ માલનું વેચાણ કર્યા બાદ નિયમ પ્રમાણે જીએસટી ભરપાઈ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ વેપારી દ્વારા ઝડપથી નાણાંની ચુકવણી કરવામાં આવે અથવા તો નક્કી કરેલા માલ કરતા વધુ માલનું વેચાણ કરવામાં આવે તેવા કિસ્સામાં માલનું વેચાણ કરનાર વેપારી માલ ખરીદનાર વેપારીને વધારાનુ ડિસ્કાઉન્ટ આપતો હોય છે.
હવે જે રકમથી માલ ખરીદી કરી હોય તે રકમ પેટે જ જીએસટી ચૂકવી દેવામાં આવતો હોય છે. હવે જ્યારે ડિસ્કાઉન્ટ આપ્યા બાદ નક્કી કરેલી રકમમાં ઘટાડો થવા છતાં વધારાનો જીએસટી ચૂકવ્યો હોય તે પરત મળતો નહોતો. આ માટે પહેલેથી જ બંને વેપારી વચ્ચે કરાર કરવામાં આવ્યો હોય અને તે કરાર દર્શાવવામાં આવે તેવા કિસ્સામાં ભરપાઈ કરેલો જીએસટી રિફંડ પેટે પરત મળતો હતો. જયારે આગામી એક એપ્રિલ ૨૦૨૯થી કરાર કર્યા વિના પણ વેપારી દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવે અને સામેવાળા વેપારીએ લીધેલી આઇટીસી પરત કરે તો માલ વેચનાર વેપારીએ તે રકમ રિફંડ પેટે મળી જાય તેવો સુધારો કર્યો છે. આ કારણોસર વેપારીઓને કરાર કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની છે
વેપારીઓને કરાર વિના પણ હવે રિફંડ મળશે
નવા નિયમને કારણે વેપારીઓને કરાર નહીં કરવો પડે. તેમજ સામેવાળો વેપારી ક્રેડિટ રિવર્સ કરશે એટલે જીએસટી ભરનાર વેપારીના ખાતામાં ક્રેડિટ જમા થઇ જશે. જમા ક્રેડિટ વેપારી સરળતાથી રિફંડ સ્વરૂપે પરત મેળવી શકશે. આ સુધારાના કારણે વેપારીઓ વસ્તુનું વેચાણ કરતા પહેલા કરાર કરવાનો રહેશે નહીં.
- સીએ
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
