હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 11th February 2026
સોશિયલ મીડિયા પર અભિયાન: ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે લાલ આંખ

નવી દિલ્હી: એક્સ (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતો વિરુદ્ધ સરકારે કડક વલણ અપનાવ્યું છે.
ડિજિટલ મીડિયાના જમાનામાં સેલિબ્રિટીઝ દ્વારા રોકાણ અને આરોગ્ય સંબંધિત પ્રોડક્ટ્સની કરવામાં આવતી જાહેરાતો હવે તપાસના ઘેરામાં છે. શ્રેયસ તલપડે જેવા કિસ્સાઓ બાદ, સોશિયલ મીડિયા પર સામાન્ય જનતાને જાગૃત કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
નિયમનકારી સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કલાકાર ખોટી માહિતી આપીને લોકોને આર્થિક નુકસાન પહોંચાડશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાહક સુરક્ષા મંત્રાલય દ્વારા આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે મુજબ પ્રભાવશાળી વ્યક્તિઓએ (ઇન્ફ્લુએન્સર) જાહેરાત કરતા પહેલા પ્રોડક્ટની સત્યતા તપાસવી ફરજિયાત રહેશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
