<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

બાબરી મસ્જિદ વિવાદ પર હુમાયુ કબીરનું આકરું નિવેદન: યોગી આદિત્યનાથના ‘કયામત’ વાળા નિવેદનનો પલટવાર: કહ્યું કે કે, ‘બાબરી મસ્જિદ તો અમે બનાવીશું જ, હિંમત હોય તો રોકી બતાવો’

કાનપુર: ઉત્તર પ્રદેશના રાજકારણમાં ધાર્મિક નિવેદનબાજીએ ફરી એકવાર જોર પકડ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ‘કયામત’ વાળા નિવેદન બાદ મુસ્લિમ નેતા હુમાયુ કબીરે વિવાદાસ્પદ પ્રતિક્રિયા આપી છે. હુમાયુએ જાહેરમાં પડકાર ફેંકતા જણાવ્યું છે કે, ‘બાબરી મસ્જિદ તો અમે બનાવીશું જ, હિંમત હોય તો રોકી બતાવો’. 

આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. હુમાયુએ વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકને પોતાના ધર્મ અને અધિકાર માટે લડવાની છૂટ છે. 

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને અદાલતના આદેશોનું અપમાન ગણાવ્યું છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ નિવેદનને લઈને બે પક્ષો વચ્ચે ભારે ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

 

(10:59 AM IST)