હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આતંકવાદી હુમલાનો ખતરો: કાશ્મીરના ખીણ વિસ્તારમાં ચાર દિવસ સુરક્ષા દળો હાઇ એલર્ટ
ઇન્ટેલિજન્સ એજન્સીએ કાશ્મીરના ખીણ વિસ્તારમાં સંભવિત આતંકવાદી હુમલાને લઇએં ચેતવણી આપી

નવી દિલ્હી ઇન્ટેલિજન્સ એજન્સીના ઈનપુટ મુજબ 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન કાશ્મીરના ખીણ વિસ્તારમાં સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કારણ કે આ દિવસો દરમિયાન ઘણાઈ સંવેદનશીલ તારીખો એકસાથે આવી રહી છે અને કાશ્મીરના ખીણ વિસ્તારમાં આતંકવાદી હુમલાનો ખતરો માથે તોળાઈ રહ્યો છે. જેના પગલે સામાન્ય જનતાને પણ સંદિગ્ધ ગતિવિધિઓ વિશે સૂચના આપવા માંએટ અપીલ કરવામાં આવી છે.
ઇન્ટેલિજન્સ એજન્સીએ બહાર પડેલી એડવાયઝરીમાં શંકા જણાવાઈ છે કે આતંકી સંગઠન 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન હુમલો કરી શકે છે. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે IED ઈંપ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ, VBIED વાહનમાં લગાવાયેલા વિસ્ફોટક, ગ્રેનેડ હુમલો કે પછી ટાર્ગેટ કિલિંગ માંથી કોઈપણ રીતે હુમલો કરી શકે છે.
11 ફેબ્રુઆરી 1984ના રોજ મકબૂલ ભટની ફાંસીની વરસી છે. જેને અલગાવવાદીઓ પ્રતીકાત્મક રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. તો બીજી તરફ 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાંના હુમલાની વરસી છે જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ ઘટનાની વરસીને પણ આતનકી સંગઠન ભડકાઉ ગતિવિધિઓ માટે ઉપયોગમાં લઈ શકે છે
સૂત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા એજન્સીઓ તમામ જિલ્લામાં કડક નજર રાખીને બેઠી છે. સંવેદન શીલ વિસ્તારો, મહત્ત્વપૂર્ણ જગ્યાઓ અને સુરક્ષાદળોના આવવા જવાના રસ્તા પર ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. આટલું જ નહિ પણ સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ અજાણી કે સંદિગ્ધ વસ્તુ કે ગતિવિધિની જાણ કે સૂચના તરત જ નજીકના પોલીસ સ્ટેશન કે સુરક્ષા એજન્સીને કરવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
