હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપીનું અત્યાર સુધીનું સૌથી ભવ્ય બજેટઃ રૂ.૯.૧૨ લાખ કરોડના ખજાના સાથે યોગી સરકારનો માસ્ટરસ્ટ્રોક
ઉદ્યોગો અને યુવાનો માટે જાહેરાતોનો વરસાદ : નાણામંત્રી સુરેશ ખન્નાએ રજૂ કર્યુ રાજ્યનું સૌથી મોટું બજેટઃ MSME ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી નવી યોજનાઓની લહાણી

લખનૌ, તા.૧૧: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૯,૧૨,૬૯૬ કરોડનું વિરાટ બજેટ રજૂ કરીને વિકાસની નવી ઉંચાઈઓ સર કરી છે. આ બજેટ ગત વર્ષ કરતા ૧૨.૨ ટકા મોટું છે, જે રાજ્યની વધતી આર્થિક ક્ષમતાનો પુરાવો આપે છે. નાણામંત્રી સુરેશ ખન્નાએ વિધાનસભામાં ગૌરવ સાથે જણાવ્યું કે, આ બજેટમાં માત્ર આંકડા નથી પણ નવા ઉત્તર પ્રદેશનું વિઝન છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટે રૂ.૨૭,૧૦૩ કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યને રોકાણકારો માટે સ્વર્ગ બનાવવાના પ્રયાસોને વેગ આપશે.
બજેટમાં યુવા શક્તિ અને ઉદ્યોગ સાહસિકતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન હેઠળ દર વર્ષે ૧ લાખ નવા સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપવાના લક્ષ્યાંક સાથે રૂ.૧,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલું જ નહીં, ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ દ્વારા ૫૩,૦૦૦ થી વધુ લોકોને સીધી રોજગારી આપવાની નેમ છે. સરદાર વલ્લભભાઈ પટેલ રોજગાર અને ઔદ્યોગિક ક્ષેત્ર નામની નવી યોજના દ્વારા પ્લ્પ્ચ્ સેક્ટરને વધુ મજબૂત કરવામાં આવશે, જે હાલમાં જ ૩.૧ કરોડ લોકોને આજીવિકા પૂરી પાડી રહ્યું છે.
આર્થિક વિકાસની સાથે જનકલ્યાણ અને શિક્ષણ-સ્વાસ્થ્યને પણ બજેટમાં પ્રાધાન્ય મળ્યું છે. કુલ બજેટના ૧૨.૪ ટકા શિક્ષણ માટે અને ૬ ટકા તબીબી સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સરકાર માનવ સંસાધન વિકાસમાં પણ તેટલી જ ગંભીર છે. સ્માર્ટફોન અને ટેબ્લેટ વિતરણ માટે રૂ.૨,૩૭૪ કરોડની જોગવાઈ કરીને યુવાનોને ડિજિટલી સજ્જ બનાવવાનો પ્રયાસ ચાલુ રખાયો છે. આ ઉપરાંત, એક જિલ્લો એક ભોજન જેવી નવીન યોજના દ્વારા યુપીના સ્થાનિક સ્વાદને વિશ્વ સ્તરે ઓળખ આપવાનો નવતર પ્રયોગ પણ બજેટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
