News of Wednesday, 11th February 2026
દૌસામાં કાળનો પંજોઃ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયોઃ એક જ ગામના ૬ મિત્રોના મોત
અભાનેરીમાં એક કાર્યક્રમમાંથી હસતા-રમતા પરત ફરી રહેલા મિત્રોની કાર યમદૂત બનીને આવેલી ટ્રક સાથે અથડાઈ

દૌસા, તા.૧૧: રાજસ્થાનના દૌસા જિલ્લામાં એ કાળી રાત છ પરિવારો માટે કયામત બનીને આવી હતી. અભાનેરી ગામમાં યોજાયેલા સાંસ્કળતિક કાર્યક્રમનો આનંદ માણીને કાલખો ગામના છ જીગરજાન મિત્રોラઅંકિત, સમય સિંહ, લોકેશ, નવીન, દિલખુશ અને મનીષラપોતાની કારમાં સવાર થઈ ઘર તરફ નીકળ્યા હતા. રસ્તામાં હસી-મજાક અને સપનાઓની વાતો ચાલી રહી હતી, પરંતુ નિયતિએ કંઈક જુદું જ લખ્યું હતું.
રાત્રિના અંધકારમાં અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર કૂદીને સીધી સામેથી આવી રહેલી ભારેભરખમ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો.
અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારના ફુરચા ઉડી ગયા હતા અને તે લોખંડના ડબ્બાની જેમ કચડાઈ ગઈ હતી. હાઈવે પરથી પસાર થતા લોકોએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. કારમાં સવાર છએ યુવાનો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાયેલા હતા. પોલીસે ક્રેન અને કટરની મદદથી કારના પતરાં કાપીને મળતદેહો બહાર કાઢયા ત્યારે રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. કમનસીબે, છએ મિત્રોએ ઘટનાસ્થળે જ છેલ્લા શ્વાસ લીધા હતા, કોઈને હોસ્પિટલ પહોંચવાનો પણ સમય મળ્યો નહોતો.
આ સમાચાર કાલખો ગામમાં પહોંચતા જ જાણે આભ તૂટી પડ્યું હતું. એક જ ગામના છ જુવાનજોધ દીકરાઓના મોતના સમાચારથી ગામમાં કોઈના ઘરે ચૂલો સળગ્યો નથી. માતા-પિતા અને ભાઈ-બહેનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અતિશય ઝડપ અથવા તો રાત્રિના સમયે ઝોકું આવી જવું અકસ્માતનું કારણ હોઈ શકે છે તેમ માનવામાં આવે છે.
આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને સ્પીડ લિમિટના મહત્વ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આખું ગામ અત્યારે આ છ મિત્રોની અંતિમયાત્રામાં આંસુ સારતું જોડાયું છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
