હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર વિધાનસભામાં 'એન્કાઉન્ટર' પર મહાસંગ્રામ: RJDએ પોલીસ કાર્યવાહીમાં 'જાતિવાદ'નો લગાવ્યો ગંભીર આરોપ; PM આવાસ યોજના મુદ્દે પણ ગૃહ ગજવ્યું
પટનામાં સૂર્યા ડોનના એન્કાઉન્ટર બાદ વિપક્ષ લાલઘૂમ; નવી સરકારના 10મા એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવતા નીતીશ સરકાર બચાવ મુદ્રામાં

પટના : બિહાર વિધાનસભાનું સત્ર આજે હંગામેદાર રહ્યું હતું. રાજ્યમાં વધી રહેલા પોલીસ એન્કાઉન્ટર અને પીએમ આવાસ યોજનામાં કથિત અનિયમિતતાઓને લઈને વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ સરકારને આડે હાથ લીધી હતી. પટનામાં કુખ્યાત સૂર્યા ડોનના તાજેતરના એન્કાઉન્ટરે આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
એન્કાઉન્ટર કે જાતિગત ટાર્ગેટ?
RJDના ધારાસભ્યોએ ગૃહમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા કરવામાં આવતા એન્કાઉન્ટરમાં 'જાતિગત ભેદભાવ' રાખવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પટનામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા સૂર્યા ડોનના પગમાં ગોળી મારવાની ઘટના બાદ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે સરકાર અમુક ચોક્કસ વર્ગના ગુનેગારોને જ ટાર્ગેટ કરી રહી છે. નવી સરકારની રચના બાદ આ ૧૦મું એન્કાઉન્ટર હોવાથી કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારે ઉહાપોહ મચ્યો હતો.
PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો
માત્ર એન્કાઉન્ટર જ નહીં, પરંતુ પીએમ આવાસ યોજના હેઠળ મળતા લાભોમાં પણ ભેદભાવ અને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ RJDએ લગાવ્યો હતો. જ્યારે સંબંધિત મંત્રીએ જવાબ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી હતી. વિપક્ષનું કહેવું છે કે ગરીબોને ઘર આપવાના નામે રાજકારણ રમાઈ રહ્યું છે.
સરકારનો જવાબ: 'ગુનેગારોને છોડવામાં નહીં આવે'
બીજી તરફ, સત્તાધારી પક્ષે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસ ગુનેગારોની જાતિ જોઈને નહીં પણ તેમના ગુના જોઈને કાર્યવાહી કરે છે. સૂર્યા ડોન જેવા કુખ્યાત અપરાધીઓ સામેની કાર્યવાહી એ ગુનામુક્ત બિહાર બનાવવાની ઝુંબેશનો એક ભાગ છે. જોકે, વિપક્ષના હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
