<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

એરટેલ સબસ્‍ક્રાઇબર્સને મળશે એડોબ એકસપ્રેસ પ્રીમીયમ મફત

 

નવી દિલ્‍હીઃ એડોબ કંપની પણ એરટેલ સાથે પાર્ટનરશિપ કરી રહી છે. આ જોડાણ હેઠળ ભારતના ૩૬ કરોડ એરટેલ સબસ્‍ક્રાઇબર્સને એડોબ એક્‍સપ્રેસ પ્રીમિયમ સર્વિસનો એક વર્ષ સુધી ફ્રી ઉપયોગ કરવા મળશે!

પ્રીમિયમ વર્ઝનની ફી સામાન્‍ય રીતે વાર્ષિક રૂ. ૪૦૦૦ જેટલી છે. પરંતુ એરટેલના સબસ્‍ક્રાઇબર્સને આ પ્રીમિયમ સર્વિસનો લાભ મફતમાં મળશે.  જો તમે એરટેલના મોબાઇલ સિમકાર્ડ, બ્રોડબેન્‍ડ કે ડીટીએચ સર્વિસનો લાભ લેતા હો તો તમને આ લાભ મળી શકશે. એ માટે ફક્‍ત એરટેલ થેંક્‍સ એપમાં જઇને આપણે આ સર્વિસ એક્‍ટિવેટ કરી, એડોબમાં એક એકાઉન્‍ટ ઓપન કરવાનું રહેશે.

(4:32 PM IST)