<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો

ગાંધીનગર : ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલએ તમામ અધ્યક્ષઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યુ હતું.

આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છે. પ્રજાના પ્રશ્નોની ઝડપથી ચર્ચા થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા પ્રજાલક્ષી બદલાવ અંગે માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ભવિષ્યની પેઢીને શુદ્ધ અને સાત્વિક આહાર મળશે તેમજ જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. આ ઉપરાંત તેમણે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર પણ પ્રાથમિક ચર્ચા કરી હતી.

(6:55 PM IST)