<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા આતંકી કાવતરું નિષ્ફળ: પંજાબ અને દિલ્હી હતા નિશાના પર

તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ વિસ્ફોટકોનો ઉપયોગ પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવા માટે થવાનો હતો.

અમૃતસર: પંજાબના અમૃતસરમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટી આતંકવાદી સાજિશને નિષ્ફળ બનાવી દીધી છે. સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (એસ.એસ.ઓ.સી.) એ સરહદ પારથી પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટકો અને હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. 
મળતી માહિતી મુજબ, આ હથિયારો ડ્રોન દ્વારા ભારતીય સરહદમાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ વિસ્ફોટકોનો ઉપયોગ પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવા માટે થવાનો હતો.
સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક આઈ.ઈ.ડી. (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ), એક અત્યાધુનિક પિસ્તોલ, જીવતા કારતુસ અને સંચાર માટેના વોકી-ટોકી સેટ તેમજ અન્ય સાધનો મળી આવ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ. પ્રેરિત આ મોડ્યુલ ભારતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું મનાય છે.
હાલમાં આ મામલે એસ.એસ.ઓ.સી. દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કન્સાઈનમેન્ટ કોને પહોંચાડવાનું હતું તે દિશામાં ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળતાથી એક મોટી દુર્ઘટના ટળી છે.

(11:16 PM IST)