હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીર પર્યટન માટે બૂસ્ટર ડોઝ: પીર પંજાલની બરફથી ઢંકાયેલી પહાડીઓમાં સ્થિત ગુલમર્ગમાં ૨૩ ફેબ્રુઆરીથી ‘ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ’નો ભવ્ય પ્રારંભ
અલ્પાઈન સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ, આઈસ હોકી અને ફિગર સ્કેટિંગ જેવી રોમાંચક રમતો માટે દેશભરમાંથી એથ્લેટ્સ, કોચ અને હજારો પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા

શ્રીનગર/ગુલમર્ગ: કાશ્મીરની હસીન વાદીઓમાં ટૂંક સમયમાં જ રમતગમતનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. પીર પંજાલની બરફથી ઢંકાયેલી પહાડીઓમાં સ્થિત ગુલમર્ગ, ‘ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ’ ની છઠ્ઠી આવૃત્તિ (એડિશન) નું યજમાન બનવા માટે સજ્જ છે.
અહેવાલો મુજબ, ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન આ નેશનલ લેવલની સ્પર્ધા યોજાશે, જે કાશ્મીરના પર્યટન ઉદ્યોગ માટે ‘કોન્ફિડન્સ બૂસ્ટર’ સાબિત થશે. આ ઇવેન્ટમાં દેશભરમાંથી એથ્લેટ્સ, કોચ અને હજારો પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
આ ગેમ્સમાં અલ્પાઈન સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ, આઈસ હોકી અને ફિગર સ્કેટિંગ જેવી રોમાંચક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક હોટલ માલિકો અને ટૂર ઓપરેટરોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હોટલો અને ગેસ્ટ હાઉસમાં બુકિંગ માટે પૂછપરછ વધી ગઈ છે.
તંત્રનો દાવો છે કે આવા હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમોથી માત્ર સ્થાનિક અર્થતંત્રને જ ફાયદો નથી થતો, પરંતુ કાશ્મીરની બદલાતી તસવીર પણ દુનિયા સમક્ષ રજૂ થાય છે. સુરક્ષા વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ આયોજન કાશ્મીરને ગ્લોબલ વિન્ટર સ્પોર્ટ્સના નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
