હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

સતના,તા.૧૨: મોંમાં એક કાંકરો આવી જાય તોય આપણને તકલીફ થઈ જાય છે જ્યારે એક માણસને મોંમાં પિન ચાવવાનો અને સાઇડમાં રાખી મૂકવાનો શોખ થઈ ગયો છે. એ પછી પણ ન તો તેમને કોઈ દરદ થાય છે, ન કોઈ જખમ. આ આદત પણ હવે તો વર્ષો જૂની થઈ ગઈ છે. રાધર, પહેલાં કરતાં વધુ પિનો રાખવાનું શરૂ થઈ ગયું છે. એક પિન મોંના ગલોફામાં રાખવાથી થયેલી શરૂઆત આજે મોંમાં એક જ સમયે ૧૦૦થી ૧૫૦ પિનો રાખવા સુધી પહોંચી ગઈ છે. આ આદતને હવે ૪૫ વર્ષ થઈ ચૂક્યાં છે અને એના વિના તેમને ચાલતું જ નથી. આ ભાઈનું નામ છે સંજય વિશ્વકર્મા. મધ્ય પ્રદેશના સતના જિલ્લાના એક ગામમાં રહેતા સંજયને ૧૨ વર્ષની ઉંમરે અનાયાસ આ આદત પડી હતી. પાન ખાતી વખતે સોપારીનો ટુકડો દાંતમાં ફસાઈ ગયો હતો એ કાઢવા માટે તેમણે પિનનો ઉપયોગ કર્યો અને એ પછી તો આદત થઈ ગઈ. પિન દાંતમાં જ ભરાવી રાખવાની આદત પડી અને હવે તો તેઓ લોખંડ અને પિત્તળની એકસાથે ડઝનબંધ પિનો મોંમાં ભરીને રાખે છે. એ પછી પણ તેઓ ખાવા-પીવા અને વાત કરવાનું કામ પિન સાથે જ કરી શકે છે. સંજયે મોંમાં રાખવાની પિન કદી જાતે ખરીદી નથી. કપડાંની દુકાનોમાંથી, બેન્ક કે અન્ય ઑફિસોમાં ક્યાંક ગયા હોય ત્યાંથી તેમણે પિનો ઉઠાવીને જમા કરી છે. તેમની પાસે સેંકડો પિનોનું કલેક્શન પણ છે.(૪૦.૯)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM