<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

લગ્નમાં મહેમાનોને બીડી સિગારેટ પીરસવામાં આવ્‍યા

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલઃ યુઝર્સ નવાઈ પામી ગયા

 

નવી દિલ્‍હી,તા.૧૨ફ આપણે ત્‍યાં લગ્નમાં ખાસ કરીને સૌથી પહેલા લોકો જમવામાં શું છે તે પહેલા જોતા હોય છે. ખાવાના શોખીનો તો ક્‍યારેય પણ લગ્નમાં જવાનું ટાળતા નથી. લગ્નમાં જમવાની શરૂઆત સૌથી પહેલા સ્‍ટાર્ટરથી થતી હોય છે. જેમાં કેટરિગ વાળા ટ્રે લઈને મહેમાનોને સ્‍ટાર્ટર આપે અથવા તો તેનું બુફે કાઉન્‍ટર સેટ કરવામાં આવતું હોય છે. જોકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જે જોઈને તમે પણ નવાઈ પામી જશો.

આ વીડિયો જે વાયરલ થયો છે તેમાં વેઈટરના હાથમાં એક ટ્રે છે અને આ ટ્રેમાં ખાવાની વસ્‍તુઓ નથી પણ બીડીના બંડલો, માચીસ અને પાનમસાલાની પડીકીઓ રાખવામાં આવી છે. જેમાં મહેમાનો પણ પોતાની પસંદ અનુસાર ટ્રેમાંથી વસ્‍તુઓ ઉઠાવતા નજરે પડ્‍યા છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે.

વીડિયોમાં એક છોકરીનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. જેમાં તે બોલી રહી છે કે હું એક લગ્નમાં આવી છું અને આ જોઈને હેરાન છું. જુઓ અહીંયા શું વહેચવામાં આવી રહ્યું છે. છોકરી આગળ એવું પણ બોલે છે કે મને નથી ખબર અહીંયા આ બધું નોર્મલ છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો પણ નવાઈ પામી ગયા છે.

advertisement ઇન્‍સ્‍ટાગ્રામ પર @ca_vanshika_curates નામના એકાઉન્‍ટ પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્‍યો છે. વીડિયોને લઈને યુઝર્સ દ્વારા પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા વીડિયો પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેથી હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્‍યો છે.(૪૦.૨૧)

(10:26 AM IST)