<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૨૭

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

ધ્‍યાનપૂર્વક જોશો તો તમે એક વાત અનુભવશોラ ભોગ ભોગવવામાં કયારેય સુખ હોતું નથી. ભોગમાં તો એક પ્રકારનું માનસિક તાણ હોય છે, ઉત્તેજના હોય છે. ભોગની સ્‍થિતિ એક જૂવરગ્રસ્‍ત દશા છે; તેમાં શાંતિ  નથી. અને શાંતિ વગર સુખ કેવું?

જે મનુષ્‍ય ધન એકઠું કરી રહ્યો છે તે વિચારે છે કે - ધન ભેગું કરીશ તો સુખ મળશે. તેનું સુખ હંમેશાં ભવિષ્‍યમાં હોય છે. તેને સુખ કયારેય મળતું નથી. તે ભલે ગમે તેટલું ધન એકઠું કરી લે. ધન એકઠું કરવામાં ખૂબ દુઃખ સહન કરવું પડે છેラ ચિંતા કરવી પડે છે, બેચેન રહેવું પડે છે, ઊંઘ ઊડી જાય છે. અલ્‍સર થાય છે. માથાનો સતત દુખાવો રહે છે. લોહીનું દબાણ વધે છે, હૃદયના હુમલા થાય છે... જે મનુષ્‍ય ધન મેળવવા દોટ મૂકે છે તે કયારેય સુખ પ્રાપ્ત નથી કરતો. હા, તે સુખની આશામાં દોડે છે તે વાત સાચી, પરંતુ સુખની આશામાં માત્ર દુઃખ જ પ્રાપ્‍ત કરે છે. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:09 AM IST)