News of Thursday, 12th February 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને ICC ચેરમેન જય શાહ

રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બુધવારના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન શ્રી જયભાઈ શાહે સહપરિવાર સાથે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ દાદાના દરબારમાં શીશ ઝુકાવી, પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેઓએ સુપુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, દાદાને ધજા અર્પણ કરી મંગલ આશીર્વાદ મેળવ્યા હતા.મંદિરમાં સંતો દ્વારા શ્રી જયભાઈ શાહનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી, કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) એવં પૂજ્ય શ્રી શુકદેવ સ્વામી (શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-ગોકુલધામ નાર)વગેરે સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ તેમને રાષ્ટ્ર અને રમતજગતની પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
