તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
અમેરિકામાં ગેરકાયદેસર વસતા ગુજરાતીઓની ચૂપચાપ વતન ભણી વાપસી
ડિપોર્ટેશનના ડરે પોતાની રીતે ભારત પાછા ફરી રહયા છે

અમદાવાદઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રહેતા લોકો સામે ગાળિયો ભીંસ્યો છે. જે અંતર્ગત અનેક લોકોને ત્યાંથી તેમના વતન ધકેલવામાં આવ્યા છે. ગત વર્ષે ૨૦૦થી વધુ ગુજરાતીઓ પણ આ રીતે સ્વદેશ પરત ફર્યા હતા. અમેરિકામાં વસતા ગેરકાયદેસર ગુજરાતીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે. ત્યાં મોટા પાયે દેશનિકાલ કરવાની ઝુંબેશ તેજ બની છે.
માત્ર ૨૦૨૫માં જ ૩૮૦૦ ભારતીયોને પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ ટ્રેન્ડ ૨૦૨૬ માં પણ ચાલુ રહેશે તેમ માનવામાં આવે છે. જોકે જાન્યુઆરી મહિનાના ચોક્કસ આંકડા અમેરિકાએ હજુ બહાર પડ્યા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં અનેક ગુજરાતીઓ ચૂપચાપ વતન પરત ફર્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા આસપાસના ગામડાઓના લોકોની મોટી સંખ્યા છે. કેટલાક અંદાજો મુજબ, અહીં દરરોજના ચારથી પાંચ વ્યક્તિઓ આવી રહ્યા છે. સામાજિક બદનામી અને અટકળોથી બચવા માટે, ઘણા લોકો દિલ્હી ઉતર્યા પછી સીધા પોતાના ગામ જવાને બદલે સંબંધીઓને ત્યાં રોકાઈ રહ્યા હોવાનું કહેવાય છે.
અમેરિકાના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરોમાં બંધ કરાયેલા લોકોમાં પણ ચિંતા વધી રહી છે. જેઓ મહિનાઓથી જેલમાં છે, તેઓ હવે મુક્ત થવા માટે સામેથી દેશનિકાલ સ્વીકારવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે દેશનિકાલ માટેની ફ્લાઇટ્સ પણ હવે વધુ વારંવાર આવતી થઈ છે.
અગાઉ, યુએસ સત્તાવાળાઓ આવી ફ્લાઇટ્સની વિગતો જાહેર કરતા હતા, પરંતુ હવે આવી માહિતી નિયમિતપણે શેર કરવામાં આવતી ન હોવાથી ચોક્કસ ડેટા મળવો મુશ્કેલ છે
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
