<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બુલિયન માર્કેટમાં તેજીઃ ચાંદીમાં ૪,૦૦૦ અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીના ભાવ વધીને ૨,૭૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૧,૦૦૦ રૂા. થયા

 

 

રાજકોટ તા.૧૨: બુલિયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે ચાંદીમાં ૪,૦૦૦ રૂા. અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૪,૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૬૬,૦૦૦ રૂા. હતા તે વધીને  આજે ૨,૭૦,૦૦૦ રૂા. થયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીના કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૧,૦૦૦ રૂા. થયા છે. સોનાના બીસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બીસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૧,૦૦૦ રૂા.ની ભાવ સપાટીએ પહોંચ્‍યા છે.(૨.૧૫)

(2:49 PM IST)