હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત સાથે યુરોપ અને યુએસ ટ્રેડ ડીલઃ દાવા-પ્રતિદાવા વચ્ચેની અનિશ્ચિતિતા પાછળની રમત!!
હવા કે સાથ સાથ, ઘટા કે સંગ સંગ, ઓ સાથી ચલ, મુજે લે કે સાથ ચલ તું લે હાથો મેં હાથ ચતું

આ બંને ડીલમાં ‘મધર ડીલ કે ફાધર ડીલ' બન્નેમાં ઘરના છોકરા (સામાન્ય, મધ્યમવર્ગના ભારતીય પ્રતિબધ્ધ નાગરીકો) ઘંટી જ ચાટવાનાઃ મોંઘવારી, ભેળસેળ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, રસ્તા ઉપર વિદેશીકારોમાં સવાર નબીરાઓના પીયક્કડ મીજાજને લીધે મળતા કમોત સીવાય વધારે કંઇ સર્જનાત્મક, રચનાત્મક નિકળે તેમ લાગે છે? (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર)
હાલની વર્તમાન રાજકીય પરિસ્થિતીમાં યુરોપીયન યુનીયન અને અમેરિકા સાથે થયેલ ટ્રેડ ડીલ સોૈથી વધારે ધ્યાન ખેંચવામાં નિમીત બની ચૂકી છે તેનો ઇન્કાર ન થાય તે સાવ સહજ લાગે તેવો માહોૈલ જામ્યો છે. આમાં પહેલી વાત તો એ છે કે આપણા ભારત દેશમાં દેશની પોલીસે મુજબ જ આવા સોદા થાય તો આવકાર્ય માની શકાય તેમ લાગે તો કંઇ ખોટુ નથી જ.
પરંતુ આપણા ભુતકાળના કડવા અનુભવોના મોકા મુજબ ભુલીને અને ભુલાવી દેવાની આવડત (!!) કામે લગાડી માત્ર વાહવાહી અને જીહજુરીમાં પલ્ટાવી દેવાની પક્ષીય મનોવૃતિ સામે સાવધાની રાખવાની જરૂર નથી લાગતી? (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર) કહેવાનુ તાત્પર્ય એ છે કે યુરોપીયનો કે અમેરીકનો કોઇપણ પોતાનો સ્વાર્થ સિધ્ધ કર્યા વગર અને પોતાના વ્યાપાર હીતોને સંપુર્ણ સુરક્ષીત રાખીને જ પછી આવી છેતરામણી અને બહુઆયામી ટ્રેડડીલ કરવા માટે કુખ્યાત છે. દુનિયાના ઘણા-ખરા દેશોને આવો કડવો અનુભવ થયો છે તે વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે.
ઉપરોકત બન્ને સોદા ઉપર વિગતવાર પ્રકાશીત અહેવાલો ઉપર ધ્યાન આપવામાં આવે તો ઘણુબધુ સમજાતુ નથી, અથવા તો સમજાવવાને બદલે હાલના તબક્કે ભારતના ફાયદા સુસ્પષ્ટપણે દર્શાવવાને બદલે ઉપર દર્શાવેલ ગીતના શબ્દો હિન્દી ફીલ્મ ‘‘સીતા ઓૈર ગીતા''ના છે તે પ્રમાણે ‘‘રોલર- સ્કેટિંગ'' મોડમાં ગોળગોળ ફેરવે રાખવાનું વલણ ઘણા બોૈધિકોને શંકાસ્પદ લાગે છે.
(૧) યુરોપીયન યુનિયન (EU) સાથે ૨૭મી જાન્યુ.ના રોજ તેના પ્રતિનિધીઓ દ્વારા થયેલી ટ્રેડડીલ સોૈ પ્રથમ તો પ્રસ્તાવીત છે. તાત્કાલીક તેનો અમલ થવાની સંભાવના છે જ નહી. જયારે હાલમાં પણ ભારતની ત્રણ- ચર્તુથાંશ નિકાસો જયારે ત્યા (EU) માં ૧% ટેરીફ ઉપર થાય છે ત્યારે આમાં આપણે વધારે લાભ કેમ મેળવી શકીએ? તેની કોઇ જ સ્પષ્ટતા થઇ નથી કે જાણીજોઇને કરવામાં આવી નથી!!
ભારતમાં EUની મર્સીડીઝ, બીએમડબલ્યુ, પોર્શ જેવી મોંઘી આયાતીકારોની આયાત વધી જવાની છે. બીજુ યુરોપિયન વોડકા, વાઇન, વ્હીસ્કી, શેમ્પઇન છુટથી આપણા દેશમાં વેચાશે, પીવાશે, નિર્દોર્ષો કચડાશે, અગણિત કમનસીબ પરીવારો દુઃખમાં હોમાશે. (આમા બીજુ થાય પણ શું?!) પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર) ભારતમાં નિકાસ થતા ૯૦% વધારે માલ ઉપર ટેરીફ ૦% કે ઓછો કરવામાં આવશે (લ્યો બોલો!!) આમાં ફાયદો તો તેમનો છે આપણો કયા છે? આમાં પણ કોણીએ ગોળ ચોંટાડવાની વાત એ છે કે ૨૦૩૨ સુધીમાં (મતલબ છ વર્ષના લાંબા સમયગાળામાં) આ ડીલ અમલમાં આવશે. અત્યારે તો માત્ર લોલીપોપ જ મળે તેમ છે!!
આ કરાર અંગે EUની મુખ્ય ઘોષણા!!!
(૧) EU નિકાસકારો દર વર્ષે ટેરીફમાં ૪ અબજ યુરોની બચત કરશે!! (તેમનો ફાયદો, આપણો નહી!) (ર) બીયર ઉપરનો ટેરીફ ઘટાડીને પ૦% કરવામાં આવ્યો છે ! (આ પણ તેમનો જ ફાયદો !!) (૩) વાઇન ઉપરનો ટેરીફ ૪૦% થયો (આ પણ તેમનો જ ફાયદો !! ગણતા જ જાઓ!) (૪) કાર અને કોર્મશીયલ વાહનો ઉપરનો ટેરીફ ૧૧૦% માંથી માત્ર ૧૦% કરવામાં આવ્યો (આને કહેવાય આત્મનિર્ભર ભારત !!) (પ) ઓલિવ ઓઇલ, માર્જરીન, વનસ્પતિ તેલ ઉપરનો ટેરીફ દુર કરવામાં આવશે ! (વિશ્વગુરૂ થવાની પુર્વતૈયારી!!) (૬) ફળોના રસ અને પ્રોસેસ્ડ ફુડ ઉત્પાદનો ઉપરનો ટેરીફ દુર કરવામાં આવશે! ( મજબુત અને પ્રભાવશાળી ચાણકયનિતીનું લાજવાબ પ્રદર્શન!!) (૭) EU રાસાયણીક ઉત્પાદનો, ટેરીફ શુન્ય (ઉમદા!!) (૮) EU મશીનરી ઉપર લગભગ ટેરીફ શુન્ય (વેરી ગુડ!!) (૯) EU રસાયણો ઉપર લગભગ ટેરીફ શુન્ય (લાજવાબ!!) (૧૦) EU દવાઓ અને તબીબી ઉત્પાદનો ઉપર ડીયુટી મોટા ભાગે નાબુદ (ફરીથી વેરી ગુડ!!) (૧૧) EU વિમાન અને અવકાશયાનો ઉપર ટેરીફ લગભગ શુન્ય (ચીર્યસ ફોર ધીસ!!)
એ અહી ઉલ્લેખનીય છે કે ઉપરોકત આ તમામ જાહેરાતો EU ની તરફથી સત્તાવાર રીતે થઇ છે.
આમા આત્મનિર્ભર ભારતના મસમોટા દાવાની તો સાવ હવા નિકળી ગઇ છે તે કોઇ માને તો તેનો વાંક ગણાય ??
આ કહેવાતી ‘મધર ઓફ ઓલડીલ' ના લાભાલાભની ચર્ચા અને આપણા દેશને તેની ઉપલબ્ધીની ચર્ચા પુરી થાય તે પહેલા ‘ટ્રમ્પ મહોદય!!' ઘુસી આવ્યા.
આ ડીલ બાબતે ‘ચોરી ચોરી ચુપકે ચુપકે' જેવી જ પરિસ્થિતી છે ટ્રમ્પની દાદાગીરી સાથે મુકીને રશિયન ઓઇલ ખરીદવાનું બંધ કરવાનુ હોય તો અને તે એક જ શરત પુર્ણ થવાની એકમાત્ર શરતે આ ડીલ થઇ હોય તો શરમ જનક કહેવાય તેમ લાગે છે. આમા કોને કેટલો ફાયદો મળશે તે બધુ હવામાં અધ્ધરતાલ છે આ સોદા ઉપર આપણા અને ટ્રમ્પ સલાહકારોના પરસ્પર વિરોધી દાવાઓ ઘણુબધુ બયાન કરે જ છે!!
રાતોરાત ટ્રમ્પને આપણી ગરજ પડી છે લાંબા સમયથી વિલંબીત EU સોદો કરીને રાતોરાત આપણે તેમના માટે અતિ અગત્યના વૈશ્વિક જોડીદાર બની ગયા તે વાત ‘સસલાને શીંગડા ઉગવા જેવી' છે. ‘વાઇન, વુમન એન્ડ વેપન્સ' ના સુત્રને અર્થાથ માનતા યુરોપિયનો અને અમેરિકનો કંઇ વધારે આપણા હાથમાં આવવા દેશે ? પેચીદો સવાલ છે.
આપણા દેશનું મહત્વ મહાસતાઓ સામે વધે તે યોગ્ય જ છે. આમાં કોઇ વિવાદ હોઇ શકે જ નહીં પરંતુ સવાલ એ છે કે ‘ઇસ્ટ ઇંડીયા કંપની' જેવો ઘાટ બીજીવાર ન થાય તે માટેની પુરતી તૈયારી, પ્રતિબધ્ધતા, આયોજન, રોડમેપ તૈયાર છે આપણી પાસે ?
જો કમનસીબે આનો જવાબ ‘‘ના''માં હોય તો ‘‘ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો''- જેવો જ ઘાટ થવાની ભીતી છે. આમાં ટ્રમ્પનો અંહ અને વાઇડાઇ, અવળચંડાઇ, તુમાખી સંતોષાતી લાગે તેવુ સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે. આપણે કયાં ઉતાવળ હતી. એક વાર તો ટ્રમ્પને દેખાડી દેવુ તુ. સરકાર સમર્થીત મિડીયા સમુહો આ બંને ટ્રેડડીલને જે રીતે એક વ્યકિતના વ્યકતીત્વનો કરિશ્મા ગણાવી પ્રચારયુધ્ધ કરી રહયા છે તે ખેદજનક અને ભયજનક બંને છે. ‘‘દેશ સોૈ પ્રથમ છે, વ્યકિત ગોૈણ છે'' તે સંઘના સુત્ર હેઠળ તાલીમ પોમલા પણ પોતાની વાહવાહી, ચાપલુસીગીરીથી, સંતુષ્ટ થઇ જાહેરમાં પોતાની પીઠ ઠોકરતા નજરે પડે તે આત્મનિર્ભર ભારતનું લક્ષણ તો ૧૦૦% નથી જ નથી તેમ નથી લાગતુ?
આમાં તો સોૈ પ્રથમ ટ્રમ્પ ટેરીફનો મુકાબલો કરવા જી.એસ.ટી. ઘટાડી હજારો કરોડની ટેક્ષની આવક ગુમાવી, ઉપરથી પડતુ મુકી સસ્તુ રશીયન ક્રુડ બંધ કરવાની નોબત આવી, મોંઘુ ઓઇલ ખરીદવાથી નુકશાન કેટલુ થશે? તે પણ વિચારવા જેવુ છે. નહીતર શાહબુદીન રાઠોડની જાણીતી દરજીની જોક જેવુ થાય તો નવાઇ નહી લાગે. વંદે માતરમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
