હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધીના સંસદના સભ્ય પદ પર ફરી ખતરો? નિશિકાંત દુબેએ રજૂ કર્યો પ્રસ્તાવ
બજેટ અને વિદેશી કરારો પર કરેલી ટિપ્પણી બદલ ભાજપના સાંસદે રાહુલ ગાંધીને ગળહમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી

નવી દિલ્હી, તા.૧૨: સંસદનું વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે, કારણ કે ભાજપના વરિષ્ઠ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં ગંભીર નોટિસ દાખલ કરી છે. આ નોટિસમાં રાહુલ ગાંધીનું સંસદીય સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ અને ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારો પર આકરા પ્રહારો કર્યા હતા. નિશિકાંત દુબેનો આરોપ છે કે રાહુલ ગાંધીએ ગળહમાં ભ્રામક માહિતી ફેલાવી છે અને દેશની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે તેમની સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
રાહુલ ગાંધીના સભ્યપદ પર મંડરાતા આ જોખમે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ કરી દીધી છે. ભાજપનું કહેવું છે કે સંસદમાં બોલતી વખતે જવાબદારી અને તથ્યોનું ધ્યાન રાખવું જોઈએ, જ્યારે રાહુલ ગાંધીએ રજૂ કરેલા આંકડા અને તર્કો પાયાવિહોણા છે. જો આ નોટિસ સ્વીકારવામાં આવે અને વિશેષાધિકાર સમિતિ આ બાબતે તપાસ કરે, તો રાહુલ ગાંધી માટે ફરી એકવાર કાનૂની અને સંસદીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અગાઉ પણ એક માનહાનિના કેસમાં તેમનું સભ્યપદ છીનવાઈ ગયું હતું, જે બાદમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી પરત મળ્યું હતું.બીજી તરફ, કોંગ્રેસ આ પગલાને લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જ્યારે પણ સરકારને જટિલ પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા આ પ્રકારની નોટિસનો ઉપયોગ કરીને વિપક્ષને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આગામી દિવસોમાં આ મામલે સ્પીકરનો નિર્ણય શું રહે છે અને શું રાહુલ ગાંધી ફરી એકવાર પોતાની બેઠક બચાવવા માટે કાયદાકીય લડત લડવી પડશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
