<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

સંસદમાં હોબાળોઃ ભારત-અમેરિકા ડીલ મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહારો

ખેડૂતોના હિત અને શ્રમ સંહિતાના મુદ્દે વિપક્ષના પ્‍લેકાર્ડ અને સૂત્રોચ્‍ચાર વચ્‍ચે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ

નવી દિલ્‍હી, તા.૧૨: લોકસભામાં આજે ફરી એકવાર રણમેદાન જેવું દ્રશ્‍ય જોવા મળ્‍યું હતું. પ્રશ્‍નકાળ શરૂ થતાની સાથે જ કોંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોએ ભારત-અમેરિકા વચગાળાના વેપાર કરારના વિરોધમાં આભ ફાડી નાખે તેવા સૂત્રોચ્‍ચાર કર્યા હતા. વિપક્ષી સભ્‍યો પ્‍લેકાર્ડ લઈને ગળહના વેલમાં ધસી આવ્‍યા હતા, જેમાં વેપાર કરાર પાછો ખેંચો અને શ્રમ સંહિતાના વિરોધમાં લખાણો લખેલા હતા. અધ્‍યક્ષ કળષ્‍ણ પ્રસાદ ટેનેટીએ સભ્‍યોને વારંવાર વિનંતી કરી કે પ્‍લેકાર્ડ પ્રદર્શિત કરવા એ સંસદીય શિષ્ટાચારની વિરુદ્ધ છે, પરંતુ વિપક્ષી નેતાઓનો આક્રોશ એટલો તીવ્ર હતો કે માત્ર સાત મિનિટમાં જ ગળહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્‍યા સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

રાહુલ ગાંધીએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે અત્‍યંત આક્રમક તેવરમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભારત-અમેરિકા વેપાર કરારમાં ખેડૂતોના હિતોનું બલિદાન આપી દેવામાં આવ્‍યું છે. રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્‍યો કે, આ સોદામાં દેશ વેચાઈ ગયો છે. તેમણે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પણ સરકારને ઘેરતા લખ્‍યું કે લાખો ખેડૂતો અને કામદારો આજે રસ્‍તા પર છે કારણ કે તેમને ડર છે કે આ નવી શ્રમ સંહિતા અને વિદેશી કરારો તેમની આજીવિકા છીનવી લેશે. તેમણે વડાપ્રધાન મોદીને સવાલ કર્યો કે શું તેઓ આ ગરીબ જનતાનો અવાજ સાંભળશે કે પછી કોર્પોરેટ જગત પરની તેમની પકડ જારી રાખશે?

આ રાજકીય જંગમાં હવે મનરેગા અને શ્રમ કાયદાઓ પણ કેન્‍દ્રસ્‍થાને આવ્‍યા છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી છે કે મનરેગા જેવી યોજનાઓને નબળી પાડવી એ ગ્રામીણ અર્થતંત્રના છેલ્લા ટેકાને તોડી પાડવા સમાન છે. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથેના કરારોમાં સમાન શરતો પર વાત ન કરવા બદલ પણ સરકારની આકરી ટીકા કરી હતી. વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીએ સ્‍પષ્ટ કર્યું છે કે તેઓ કામદારો અને ખેડૂતોના સંઘર્ષમાં મજબૂતીથી તેમની સાથે ઊભા રહેશે. સરકાર અને વિપક્ષ વચ્‍ચેની આ ખેંચતાણ જોતા લાગે છે કે આગામી દિવસોમાં સંસદના બંને ગળહોમાં ભારે તોફાન જોવા મળશે.

(3:47 PM IST)