હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જિયોફાઇનાન્સ એપ દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ પ્લેટફોર્મ લોન્ચઃ હવે એક જ જગ્યાએ અનેક બેંકોની એફડીમાં રોકાણની સુવિધા
બચતકારો માટે જિયોની મોટી ભેટઃ વાર્ષિક ૮.૧૫ ટકા સુધીનું વ્યાજ અને સુરક્ષિત રોકાણનો નવો વિકલ્પઃ યુઝર્સ વિવિધ બેંકો અને એનબીએફસીના વ્યાજદરોની સરખામણી કરી સેકન્ડોમાં રોકાણ કરી શકશેઃ સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા અને રોકાણ ટ્રેક કરવા માટે ખાસ ડેશબોર્ડની સુવિધા

રાજકોટ, તા.૧૨: જિયોફાઇનાન્સ એપ દ્વારા એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના થકી યુઝર્સ વિવિધ બેંકો અને એનબીએફસી (NBFCs) દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટની (એફડી) સરખામણી, રોકાણ અને ટ્રેકિંગ એક જ સ્થળે કરી શકશે. આ સુવિધામાં વાર્ષિક ૮.૧૫ ટકા સુધીનું આકર્ષક વ્યાજ અને સંપૂર્ણ પારદર્શક ડિજિટલ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાઈ છે.
જિયોફાઇનાન્સ એપના યુઝર્સ માટે હવે નાણાકીય બચત કરવાનું વધુ સરળ બન્યું છે. એપ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જે યુઝર્સને અનેક નામાંકિત બેંકો અને એનબીએફસી દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટની વિશાળ શ્રેણીમાં રોકાણ કરવાની તક આપશે. સ્થિર અને ઓછું જોખમ ધરાવતા રોકાણના વિકલ્પો શોધતા લોકો માટે આ પ્લેટફોર્મ આશીર્વાદરૂપ સાબિત થશે. એફડી પ્લેટફોર્મના મુખ્ય આકર્ષણોઃ વિવિધ વિકલ્પોની સરખામણીઃ યુઝર્સ યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક અને મહિન્દ્રા ફાયનાન્સ જેવી સંસ્થાઓના વ્યાજદરોની તુલના કરી શકશે. ઊંચું વળતરઃ આ પ્લેટફોર્મ પર વાર્ષિક ૮.૧૫ ટકા સુધીના ઊંચા વ્યાજદરનો લાભ મેળવી શકાશે. પેપરલેસ પ્રક્રિયાઃ કોઈપણ ભૌતિક દસ્તાવેજો વગર, માત્ર મિનિટોમાં જ ‘‘એન્ડ-ટુ-એન્ડ'' ડિજિટલ પ્રક્રિયા દ્વારા એફડી બૂક કરી શકાશે.
પારદર્શક માહિતીઃ રોકાણ કરતા પહેલા યુઝર્સ સમયગાળો, ટેક્સની શરતો અને મેચ્યોરિટી પહેલા નાણાં ઉપાડવાના નિયમો જાણી શકશે. એડવાન્સ્ડ ટ્રેકિંગઃ એપમાં એક ખાસ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે, જ્યાં ચાલુ અને બંધ થયેલી તમામ એફડી, મળવાપાત્ર વળતર અને રિન્યુઅલના રિમાઇન્ડર્સ જોઈ શકાશે. આ લોન્ચ અંગે જિયો ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસ લિમિટેડના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર સુરભે એસ. શર્માએ જણાવ્યું હતું કે, ‘‘અમારો હેતુ યુઝર્સને તેમના નાણાકીય લક્ષ્યો મુજબ સમજદારીપૂર્વકના નિર્ણય લેવામાં મદદ કરવાનો છે.
ભારતમાં એફડી લોકપ્રિય હોવા છતાં લોકોને અલગ-અલગ પ્લેટફોર્મ પર સરખામણી કરવામાં મુશ્કેલી પડતી હોય છે, જે અડચણો અમે આ ડિજિટલ પ્રક્રિયા દ્વારા દૂર કરી છે.''
આ સુવિધા બ્લોસ્ટેમ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. રસ ધરાવતા રોકાણકારો જિયોફાઇનાન્સ એપ ડાઉનલોડ કરીને હોમ પેજ પરના ‘‘ફિક્સ્ડ ડિપોઝિટ્સ'' સેક્શનમાં જઈને આ સેવાનો લાભ લઈ શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
