હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

સીઉલ,તા.૧૨ : સાઉથ કોરિયાના સાયન્ટિસ્ટોએ એક એવું સ્પ્રે બનાવ્યું છે જે ઊંડા ઘાને પણ એક-બે સેકન્ડમાં જ ઠીક કરી નાખે. કોરિયા ઍડ્વાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્રોલોજી સેના અને મેડિકલ ઇમર્જન્સીમાં કામ આવે એ માટે આ સ્પ્રે પર સંશોધન કરી રહી છે. આ સ્પ્રે ઘા પર છાંટતાં જ તરત લોહી સાથે પ્રક્રિયા કરે છે અને લોહીના ઉપરના સ્તરને સોફટ જેલી જેવું બનાવી નાખે છે. એનાથી ઘા બહારથી બંધ થઈ જાય છે અને ઘામાંથી લોહી વહેતું બંધ થઈ જાય છે. કુદરતી રીતે બ્લીડિગ થતું રોકવાની પ્રક્રિયા પણ આ સ્પ્રેથી સ્પીડ પકડે છે. ઇમર્જન્સીમાં ક્યારેક ગોળી વાગી હોય કે ચાકુનો હુમલો થવાને કારણે ખૂબ લોહી વહી રહ્યું હોય ત્યારે આ સ્પ્રે અસરકારક બની શકે છે. કોરિયન ઇન્સ્ટિટ્યૂટના કહેવા અનુસાર સ્પ્રેમાં ત્રણ નેચરલ ચીજોનો પાઉડર છે. એક પાઉડર લોહીને જેલી જેવું બનાવે છે, બીજો પાઉડર જેલીની ઉપરની પરતને કડક બનાવે છે જેથી લોહીના દબાણથી જેલી સરકી ન પડે અને ત્રીજો પાઉડર રેડ બ્લડ-સેલ્સ અને પ્લેટલેટ્સને આકર્ષે છે જેથી લોહી કુદરતી રીતે ઝડપથી જામી જાય. આ સ્પ્રે અત્યારે આમ તો ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. ક્લિનિકલ ટ્રાયલ અને રેગ્યુલેટરી અપ્રૂવલ પછી બજારમાં મળશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM