<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

રેનો ટ્રાઈબરનો દબદબો, ૫.૭૬ લાખની આ ૭-સીટર કાર પર ફિદા થયા ગ્રાહકોઃ સેફટીમાં ૪-સ્‍ટાર રેટિંગ!

નવી દિલ્‍હી તા.૧૨: દેશમાં સસ્‍તી કાર વેચવાની બાબતમાં રેનો (Renault) નું નામ સૌથી ઉપર આવે છે. આ કંપની પાસે સસ્‍તી હેચબેક, સસ્‍તી MPV અને સસ્‍તી SUV ઉપલબ્‍ધ છે. હાલમાં જ કંપનીના પોર્ટફોલિયોમાં ‘ડસ્‍ટર''ની પણ એન્‍ટ્રી થઈ છે, જોકે તેની કિંમતો અને વેચાણ માર્ચમાં શરૂ થશે. અત્‍યારે કંપનીના પોર્ટફોલિયોમાં ટ્રાઈબર (Triber), કાઈગર (Kiger) અને ક્‍વિડ (Kwid) સામેલ છે. તેમાંથી ૭-સીટર ટ્રાઈબર MPV સતત સારું પ્રદર્શન કરી રહી છે. જાન્‍યુઆરીમાં પણ ટ્રાઈબર કંપનીની સૌથી વધુ વેચાતી કાર રહી હતી. તેની શરૂઆતી એક્‍સ-શોરૂમ કિંમત રૂા.૫.૭૬ લાખ છે. ચાલો એકવાર તમામ મોડલ્‍સના છેલ્લા ૩ મહિનાના વેચાણના આંકડા જોઈએ.

પસંદગીના મોડલ્‍સ પર મર્યાદિત સમય માટે શાનદાર ડીલ

રેનોના મોડલ અનુસાર માસિક વેચાણની વાત કરીએ તો, ટ્રાઈબરની જાન્‍યુઆરી ૨૦૨૬માં ૨,૫૦૯ યુનિટ વેચાયા હતા. જ્‍યારે ડિસેમ્‍બર ૨૦૨૫માં તેના ૨,૩૨૪ યુનિટ અને નવેમ્‍બર ૨૦૨૫માં ૨,૦૬૪ યુનિટ વેચાયા હતા. કાઈગરના જાન્‍યુઆરી ૨૦૨૬માં ૭૦૩ યુનિટ વેચાયા હતા. જ્‍યારે ડિસેમ્‍બર ૨૦૨૫માં તેના ૧,૧૫૨ યુનિટ અને નવેમ્‍બર ૨૦૨૫માં ૧,૧૫૧ યુનિટનું વેચાણ થયું હતું. ક્‍વિડના જાન્‍યુઆરી ૨૦૨૬માં ૫૦૩ યુનિટ વેચાયા હતા. તેની સામે ડિસેમ્‍બર ૨૦૨૫માં ૩૬૯ યુનિટ અને નવેમ્‍બર ૨૦૨૫ માં ૪૪૭ યુનિટ વેચાયા હતા. આ રીતે કંપનીએ જાન્‍યુઆરી ૨૦૨૬માં કુલ ૩,૭૧૫ યુનિટ વેચ્‍યા હતા. તેની સરખામણીએ ડિસેમ્‍બર ૨૦૨૫માં ૩,૮૪૫ યુનિટ અને નવેમ્‍બર ૨૦૨૫માં ૩,૬૬૨ યુનિટનું વેચાણ થયું હતું.

રેનો ટ્રાઇબરના ફીચર્સ અને સ્‍પેસિફિકેશન્‍સ

ટ્રાઇબરને તેના લિમિટેડ એડિશનમાં પણ ખરીદી શકાય છે. આ એડિશનમાં ગ્રાહકોને ખાસ ડ્‍યુઅલ-ટોન કલર ઓપ્‍શન્‍સ મળે છે, જેમાં મૂનલાઇટ સિલ્‍વર અને સીડર બ્રાઉન સાથે કોન્‍ટ્રાસ્‍ટ બ્‍લેક રૂફનો સમાવેશ થાય છે. આમાં નવા ૧૪-ઇંચના ફ્‌લેક્‍સ વ્‍હીલ્‍સ આપવામાં આવ્‍યા છે. આમાં પિયાનો બ્‍લેક ફિનિશ સાથેનું ડ્‍યુઅલ-ટોન ડેશબોર્ડ આપવામાં આવે છે. ટ્રાઇબરમાં ૧.૦-લીટર નેચરલી-એસ્‍પિરેટેડ પેટ્રોલ એન્‍જિન આપવામાં આવ્‍યું છે. આ પેટ્રોલ એન્‍જિન ૭૧ hpનો મહત્તમ પાવર અને ૯૬ Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્‍જિન ૫-સ્‍પીડ મેન્‍યુઅલ ગિયરબોક્‍સ અને AMT (ઓટોમેટિક) વિકલ્‍પ સાથે ઉપલબ્‍ધ છે. તેની માઇલેજ ૧૮ થી ૧૯ કિમી/લીટર સુધીની છે.

આ કારમાં એપલ કારપ્‍લે અને એન્‍ડ્રોઇડ ઓટો સાથે ટચસ્‍ક્રીન ઇન્‍ફોટેનમેન્‍ટ સિસ્‍ટમ આપવામાં આવી છે. તેમાં માઉન્‍ટેડ કંટ્રોલ સાથેનું સ્‍ટીયરિંગ, પુશ-બટન સ્‍ટાર્ટ/સ્‍ટોપ, LED DRLs સાથે પ્રોજેક્‍ટર હેડલેમ્‍પ અને સિક્‍સ-વે એડજસ્‍ટેબલ ડ્રાઇવર સીટ જેવા અનેક શાનદાર ફીચર્સ સામેલ છે. તેમાં નવી સ્‍ટાઇલિશ ફેબ્રિક અપહોલ્‍સ્‍ટ્રી પણ મળે છે. સંપૂર્ણ ડિજિટલ વ્‍હાઇટ LED ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ ક્‍લસ્‍ટર, ક્રોમ રિંગ સાથેના HVAC નોબ્‍સ અને બ્‍લેક ઇનર ડોર હેન્‍ડલ આ કારને સ્‍ટાઇલિશ બનાવી રહ્યા છે. તેનો વ્‍હીલબેઝ ૨,૬૩૬ mm અને ગ્રાઉન્‍ડ ક્‍લિયરન્‍સ ૧૮૨ mm છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી તેમાં લોકોને વધુ સ્‍પેસ મળી શકે. કંપનીનો દાવો છે કે ટ્રાઇબરની સીટને ૧૦૦ થી વધુ રીતે એડજસ્‍ટ કરી શકાય છે. ટ્રાઇબરને ગ્‍લોબલ NCAP ક્રેશ ટેસ્‍ટ રેટિંગમાં એડલ્‍ટ માટે ૪ સ્‍ટાર અને ચાઇલ્‍ડ સેફ્‌ટી માટે ૩ સ્‍ટાર રેટિંગ મળ્‍યું છે. સુરક્ષા માટે તેમાં ડ્રાઇવર અને પેસેન્‍જરની સાથે સાઇડ એરબેગ્‍સ પણ સામેલ છે. ડ્રાઇવરની સીટમાં લોડ લિમિટર અને પ્રીટેન્‍શનર પણ મળે છે

(4:03 PM IST)