હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેલવે મુસાફરો નોંધ લેજો! 1 માર્ચથી તમારી જૂની UTS એપ થઈ જશે બંધ, હવે ‘RailOne’ એપ કરાવશે સસ્તી મુસાફરી અને ટિકિટ પર મળશે 3% ડિસ્કાઉન્ટ
ભારતીય રેલવેનો ડિજિટલ ધડાકો: જનરલ, રિઝર્વેશન અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે એક જ એપ; R-Wallet બેલેન્સ પણ ટ્રાન્સફર થશે અને મુસાફરોને સીધો આર્થિક ફાયદો મળશે

નવી દિલ્હી | તા.12: ભારતીય રેલવે દ્વારા ડિજિટલ ઇન્ડિયા તરફ એક મોટું ડગલું ભરતા વર્ષોથી ચાલી આવતી UTS (Unreserved Ticketing System) એપને વિદાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 માર્ચ, 2026 થી UTS એપ કાયમી ધોરણે બંધ થઈ જશે. તેના બદલે મુસાફરોએ હવે અત્યાધુનિક અને 'ઓલ-ઇન-વન' સુવિધા ધરાવતી 'RailOne' એપ પર સ્વિચ કરવું પડશે. રેલવેના આ નિર્ણયથી લાખો મુસાફરોની મુસાફરી કરવાની રીત બદલાઈ જશે.
ડિસ્કાઉન્ટનો ડબલ ડોઝ અને આધુનિક સુવિધાઓ
નવી 'RailOne' એપ માત્ર ટિકિટ બુકિંગનું સાધન નથી, પરંતુ મુસાફરો માટે ફાયદાનો સોદો છે. જો તમે આ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરીને જનરલ ટિકિટ બુક કરશો, તો તમને ભાડામાં 3% સીધું ડિસ્કાઉન્ટ મળશે. જે મુસાફરો અત્યાર સુધી UTS એપના R-Wallet નો ઉપયોગ કરતા હતા, તેમણે ચિંતા કરવાની જરૂર નથી; તેમનું જૂનું બેલેન્સ સુરક્ષિત રીતે નવી RailOne એપમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
બધી જ સુવિધાઓ હવે એક જ છત નીચે
અત્યાર સુધી મુસાફરોને જનરલ ટિકિટ માટે UTS અને રિઝર્વેશન માટે IRCTC એમ અલગ-અલગ એપ્સ રાખવી પડતી હતી. પરંતુ 'RailOne' માં બધું જ સંકલિત કરવામાં આવ્યું છે. આ એક જ પ્લેટફોર્મ પરથી તમે:
• જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકશો.
• રિઝર્વ્ડ ટિકિટ (IRCTC Rail Connect) બુક કરી શકશો.
• ટ્રેનનું લાઈવ સ્ટેટસ (NTES) જોઈ શકશો.
• ચાલુ ટ્રેનમાં ભોજન (Food on Track) મંગાવી શકશો.
• કોઈપણ ફરિયાદ માટે 'રેલ મદદ'ની સેવા મેળવી શકશો.
કેવી રીતે કરશો ફેરફાર?
રેલવે તંત્રએ મુસાફરોને વિનંતી કરી છે કે 1 માર્ચની રાહ જોયા વગર અત્યારથી જ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી RailOne એપ ડાઉનલોડ કરી લેવી. આ એપમાં લોગિન કરવું અત્યંત સરળ છે અને તેનો ઇન્ટરફેસ સામાન્ય યુઝર્સ માટે વધુ સુલભ બનાવવામાં આવ્યો છે. ટિકિટ બારીઓ પર લાંબી કતારોથી બચવા અને સસ્તી મુસાફરીનો આનંદ લેવા માટે આ એપ વરદાન સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
