હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં ભાજપના વિજય રથ સામે મમતાનું ‘અભેદ્ય કવચ’: આંકડાઓમાં છુપાયેલું છે અસલી ‘ખેલા’, શું મુસ્લિમ વોટબેંક ભાજપ માટે હજુ પણ છે પથરાળી જમીન?
૧૦ વર્ષની મહેનત અને આક્રમક પ્રચાર છતાં બંગાળના ગઢમાં કેમ ગાબડું નથી પાડી શકતું કમળ? જાણો લેફ્ટના ઘટતા વોટ અને ટીએમસીના વધતા પ્રભુત્વ પાછળનું ગણિત

કોલકાતા : વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ દેશના મોટાભાગના રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળની ધરતી પર સરકાર બનાવવાનું સપનું હજુ પણ અધૂરું રહ્યું છે. ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીના એક દાયકાના સમયગાળામાં ભાજપે બંગાળમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, છતાં મમતા બેનર્જીના મજબૂત ગઢને તોડવામાં તે કેમ નિષ્ફળ રહી છે? આંકડાઓ તપાસતા માલૂમ પડે છે કે આ ‘ખેલા’ પાછળ માત્ર રાજનીતિ નહીં પણ વસ્તી વિષયક ગણિત જવાબદાર છે.
મમતાની અસલી તાકાત: વિશ્લેષકોના મતે, બંગાળમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં સૌથી મોટી ભૂમિકા મુસ્લિમ મતદારોની છે. રાજ્યની લગભગ ૩૦ ટકા વસ્તી ધરાવતા આ મતદારો મમતા બેનર્જી માટે એક મજબૂત કવચ સાબિત થયા છે. ભાજપના હિન્દુત્વના એજન્ડા સામે ટીએમસીએ આ મતોનું જે રીતે ધ્રુવીકરણ રોક્યું છે અથવા પોતાના પક્ષમાં એકઠું કર્યું છે, તેણે ભાજપના વિજય રથને વારંવાર રોક્યો છે.
૨૦૧૬ના વિધાનસભા ચૂંટણીથી એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં ડાબેરી પક્ષો (લેફ્ટ) નો પરંપરાગત વોટબેંક ભાજપ તરફ સરક્યો હતો. ભાજપે પોતાની પકડ મજબૂત કરવા માટે નવા પ્રભારીઓ નિયુક્ત કર્યા અને મોટા પાયે ઝુંબેશ ચલાવી, પરંતુ ટીએમસીના પાયાના વોટબેંકમાં ગાબડું પાડવું હજુ પણ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે.
ભાજપ માટે ઉત્તર ભારત જેવી સફળતા બંગાળમાં ન મળવાનું કારણ અહીંની વિશિષ્ટ સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ પણ છે. મમતા બેનર્જીએ પોતાને ‘બંગાળની દીકરી’ તરીકે રજૂ કરી ‘બહારના લોકો’ વિરુદ્ધ જે નેરેટિવ સેટ કર્યું છે, તે ભાજપના રાષ્ટ્રીય એજન્ડાને ટક્કર આપી રહ્યું છે. જ્યારે મુસ્લિમ મતદારો એકતરફી મતદાન કરે છે, ત્યારે ભાજપ માટે બહુમતીના આંકડા સુધી પહોંચવું અત્યંત કપરું બની જાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
