હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળના રણમેદાનમાં કોંગ્રેસનો ‘એકલપંથ રે’: મમતાએ હાથ છોડ્યો અને ડાબેરી સાથ છૂટ્યો; શું બધી 294 બેઠકો પર એકલા લડવાનો નિર્ણય સંજીવની બનશે કે આત્મઘાતી?
રાજકીય અસ્તિત્વ ટકાવવા કોંગ્રેસનો મોટો જુગાર: અધીર રંજન ચૌધરીના ‘બલિદાન’ પછી પણ મમતાનો પ્રેમ ન મળ્યો; ભાજપ અને TMC વચ્ચેના જંગમાં ‘પંજો’ કેટલો દમ બતાવશે?

કોલકાતા:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એકતરફ મમતા બેનર્જીનો ગઢ બચાવવા TMC એડીચોટીનું જોર લગાવી રહી છે અને બીજી તરફ ભાજપ બંગાળમાં પ્રથમવાર ‘કમળ’ ખીલવવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે. આ મહામુકાબલા વચ્ચે કોંગ્રેસે એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લીધો છે. કોંગ્રેસે ડાબેરી પક્ષોનો સાથ છોડીને તમામ ૨૯૪ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બંગાળના રાજકારણમાં કાં તો કોંગ્રેસનું પુનરુત્થાન કરશે અથવા તેને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેશે.
કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધન છેલ્લા ૧૦ વર્ષથી બંગાળમાં ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. ૨૦૧૬માં ૧૨.૨૫% વોટ શેર સાથે ૪૪ બેઠકો જીતનાર કોંગ્રેસ ૨૦૨૧માં ૯% વોટ પર આવી ગઈ અને એક પણ બેઠક જીતી શકી નહીં. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ માત્ર એક બેઠક મળી. આ નિરાશાજનક આંકડાઓ બાદ પાર્ટીએ અનુભવ્યું કે ગઠબંધન કરવા છતાં તેનો જનાધાર સતત ઘટી રહ્યો છે, માટે હવે સ્વબળે મેદાનમાં ઉતરવું જ શ્રેષ્ઠ છે.
કોંગ્રેસે મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. મમતાના કટ્ટર ટીકાકાર અધીર રંજન ચૌધરીને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવીને શુભંકર સરકારની નિમણૂક કરવામાં આવી હતી જેથી મમતા સાથે સમાધાન થઈ શકે. પરંતુ ‘દીદી’એ કોંગ્રેસનો હાથ પકડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કોઈ વિકલ્પ ન બચતા કોંગ્રેસે હવે ‘એકલા ચલો રે’ની નીતિ અપનાવી છે.
રાજકીય વિશ્લેષકો આ નિર્ણયને લઈને બે ભાગમાં વહેંચાયેલા છે. એક વર્ગનું માનવું છે કે ભાજપ અને TMC વચ્ચેની સીધી ટક્કરમાં કોંગ્રેસ પાસે ગુમાવવા માટે કંઈ નથી, તેથી જોખમ લેવું સારું છે. જ્યારે બીજો વર્ગ માને છે કે જ્યાં ભાજપ અને TMC અત્યંત મજબૂત છે, ત્યાં કોંગ્રેસના એકલા લડવાથી મતોનું વિભાજન થશે, જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે.
બીજી તરફ, ભાજપ આ વખતે કોઈ કસર છોડવા માંગતું નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તમામ ૨૯૪ બેઠકો માટે પ્રભારીઓ નિયુક્ત કરી દીધા છે અને પીએમ મોદી તેમજ અમિત શાહની રેલીઓનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરીના મુદ્દે મમતા સરકારને ઘેરવાની ભાજપની રણનીતિ સામે કોંગ્રેસ કેટલા મત અંકે કરી શકશે, તે ૨૦૨૬ના પરિણામો જ કહેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
