તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 13th February 2026
શ્રીલંકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સપાટો: ડુંગળીના કૌભાંડથી લઈને લક્ઝરી કારના દુરુપયોગ સુધી, અનેક દિગ્ગજ અધિકારીઓની ધરપકડ!
ભ્રષ્ટાચાર વિરોધી કમિશન (CIABOC) ની લાલ આંખ; મોટર ટ્રાફિક અને નાણા મંત્રાલયના પૂર્વ અધિકારીઓ સકંજામાં, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન

કોલંબો: તા. 13 પડોશી દેશ શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એક વિશાળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શ્રીલંકાના ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ સરકારી ભંડોળ અને સત્તાનો દુરુપયોગ કરનારા વરિષ્ઠ જાહેર અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. 'લાંચ અથવા ભ્રષ્ટાચાર તપાસ કમિશન' (CIABOC) દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ડુંગળીના વેચાણમાં કરોડોનું કૌભાંડ
સૌથી વધુ ચર્ચિત કિસ્સો રાજ્ય સંચાલિત 'લંકા સાથોસા લિમિટેડ'માં સામે આવ્યો છે. અહીંના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે કેબિનેટની જરૂરી મંજૂરી લીધા વિના જ એક ખાનગી પાર્ટીને 54,860 કિલોગ્રામ ડુંગળી વેચી દીધી હતી. તપાસકર્તાઓના મતે, આ ગેરકાયદેસર વ્યવહારને કારણે શ્રીલંકન તિજોરીને આશરે રૂ. 17 મિલિયનનું મોટું નુકસાન થયું છે.
લક્ઝરી વાહન અને સરકારી ભંડોળનો ખેલ
ભ્રષ્ટાચારનો અન્ય એક કિસ્સો નેશનલ વોટર સપ્લાય અને ડ્રેનેજ બોર્ડમાં જોવા મળ્યો છે. અહીં એડિશનલ જનરલ મેનેજર અને એક ઉદ્યોગપતિને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમના પર આક્ષેપ છે કે તેમણે પ્રોજેક્ટના ભંડોળમાંથી રૂ. 12.7 મિલિયન થી વધુની રકમનો ઉપયોગ અંગત મોજશોખ માટે લક્ઝરી વાહન ભાડે રાખવા પાછળ કર્યો હતો.
જૂના પાપોનો હિસાબ શરૂ
તપાસ એજન્સીઓએ માત્ર વર્તમાન જ નહીં પરંતુ વર્ષો જૂના કિસ્સાઓ પણ ખોલ્યા છે:
• ગેરકાયદે વાહન ટ્રાન્સફર: ૨૦૧૭માં યોગ્ય નોંધણી વગર મોટર વાહનોના ગેરકાયદેસર ટ્રાન્સફરને મંજૂરી આપવા બદલ મોટર ટ્રાફિક વિભાગના પૂર્વ ડેપ્યુટી કમિશનરની ધરપકડ કરવામાં આવી છે.
• કડક અમલીકરણ: શ્રીલંકા સરકાર હવે આર્થિક સંકટ બાદ વહીવટીતંત્રમાં પારદર્શિતા લાવવા માટે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે.
આ ધરપકડોએ શ્રીલંકાના વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. કમિશનનું કહેવું છે કે આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા માથાઓની ધરપકડ થઈ શકે છે, જેઓ નાણાકીય ગેરરીતિમાં સંડોવાયેલા છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
