<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

કોમ્પ્યુટર સામે બેસીને થતા નોલેજ-બેઝ્ડ કામો હવે મશીનો સંભાળશે :એડવાન્સ AI સિસ્ટમ કરાશે તૈયાર

Microsoft એવી સિસ્ટમ બનાવી રહ્યું છે જે માણસની જેમ વિચારી શકે: આ સિસ્ટમ એકસાથે અનેક જટિલ ઓફિસ કાર્યો પૂર્ણ કરી શકશે

નવી દિલ્હી :આગામી થોડાક મહિનાઓમાં જ ઘણી નોકરીઓ મશીનો સંભાળી લેશે? Microsoft ના AI ચીફ મુસ્તફા સુલેમાને કહ્યુ છે કે આ સંભાવના હવે દૂર નથી. તેમના જણાવ્યા મુજબ, આગામી 12થી 18 માસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોટી સંખ્યામાં વ્હાઈટ કોલર જોબ્સને ઓટોમેટ કરે તેવી શક્યતા છે. ફાઈનેંશિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સુલેમાને કહ્યુ છે કે માઈક્રોસોફ્ટ પ્રોફેશનલ ગ્રેડ AGI ડેવલપ કરવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. કંપની આવી એડવાન્સ AI સિસ્ટમ તૈયાર કરી રહી છે, જે કંપનીઓમાં દૈનિક ધોરણે નોલેજ બેઝ્ડ કામ ખુદ કરી શકે અને એન્ટરપ્રાઈઝ માર્કેટમાં મોટી ભૂમિકા નિભાવી શકે.

 

 

AGI એટલે આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ એવી એઆઈ સિસ્ટમને કહેવામાં આવે છે, જે અલગ-અલગ બૌદ્ધિક કામકાજમાં માણસની બરાબર અથવા તેનાથી સારું પરફોર્મ કરી શકે. આ માત્ર એક ખાસ કામ સુધી મર્યાદીત નહીં હોય, પરંતુ ઘણાં પ્રકારના કઠિન કામ કરવામાં સક્ષમ હોય છે.

 

 

મુસ્તફા સુલેમાને કહ્યુ છે કે કોમ્પ્યુટર સામે બેસીને કરવામાં આવતા કામ જેવા કે વકીલ, એકાઉન્ટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અથવા માર્કેટિંગ સાથે જોડાયેલા કામ આગામી 12થી 18 માસમાં ઘણી હદે AI દ્વારા ઓટોમેટ થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ પ્રોફેશનલ કાર્યોનો મોટો હિસ્સો મશીનો સંભાળી શકે છે.

 

સુલેમાને કહ્યુ છે કે કંપની માત્ર એક-બે ભૂમિકાઓને બદલવાની કોશિશ કરી રહી નથી. તેના સિવાય માઈક્રોસોફ્ટ એઆઈ એજન્ટ્સ બનાવી રહ્યું છે. એઆઈ એજન્ટ એવી માઈક્રોસોફ્ટ સિસ્ટમ હોય છે, જે ઘણાં તબક્કાવાલા કામ ખુદ કરી શકે છે. ઉદાહરણ માટે કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટ કરવો, ફાઈનાન્સ રિપોર્ટનું એનાલિસિસ કરવું અથવા કોઈ પ્રોજેક્ટનો પુરો વર્કફ્લો સંભાળવો

 

એઆઈના વધતા ઉપયોગની સાથે ઘણી કંપનીઓમાં ખર્ચ ઘટાડવા માટે પગલા ઉઠાવાય રહ્યા છે. તાજેતરમાં Salesforce દ્વારા લગભગ 1000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. આ સિવાય Amazon, FedEx અને Ericsson જેવી કંપનીઓએ પણ ઓટોમેશન અને દક્ષતા વધારવા માટે રીઓર્ગેનાઈઝેશનની ઘોષણા કરી છે.

સુલેમાનના અનુમાન મુજબ, આગામી સમયમાં કસ્ટમાઈઝ્ડ એઆઈ મોડલ બનાવવું એટલું આસાન થઈ જશે, કે જેટલું આજે બ્લોગ અથવા પૉડકાસ્ટ શરૂ કરવાનું સરળ છે. તેમણે કહ્યુ છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં એઆઈ એઝન્ટ સંસ્થાઓના મોટાભાગનું કામ સંભાળી શકે છે.

 

રણનીતિ હેઠળ માઈક્રોસોફ્ટ એઆઈ આત્મનિર્ભરતા વધારવા માંગે છે. તેનો અર્થ એ છે કે કંપની પોતાના ખુદના એઆઈ મોડલ ડેવલપ કરશે અને OpenAI પર નિર્ભરતા ઓછી કરશે. સુલેમાને એ પણ સંકેત આપ્યો કે કંપનીના નવા ઈન-હાઉસ એઆઈ મોડલ 2026 સુધી ગ્લોબલ સ્તરે લોન્ચ થઈ શકે છે.

(7:47 PM IST)