News of Saturday, 14th February 2026
ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં ત્રણ હિન્દુ ઉમેદવારોની ભવ્ય જીત: એકનો પરાજય : બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ત્રણ હિન્દુ ઉમેદવારોએ જીત મેળવીને સાંસદ તરીકે સ્થાન મેળવ્યું છે. આ વિજેતાઓમાં ઢાકા-ત્રણ બેઠક પરથી ગાયેશ્વર ચંદ્ર રૉય, મગુરા-બે બેઠક પરથી નિતાઈ રૉય ચૌધરી અને રંગમતી બેઠક પરથી એડવોકેટ દીપેન દીવાનનો સમાવેશ થાય છે. જોકે એક હિન્દુ ઉમેદવાર હારી ગયેલ છે
પુલાવામા હુમલાની વરસી: જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ અને સુરક્ષા ચુસ્ત : ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શ્રીનગર-જમ્મુ હાઈવે પર સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની આજે વરસી છે, જેમાં ચાલીસ જવાનો શહીદ થયા હતા. આ નિમિત્તે સમગ્ર જમ્મુ-કાશ્મીર રાજ્યમાં, ખાસ કરીને ખીણ અને પહાડી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. સીઆરપીએફના મહાનિદેશક લેથપોરા ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.*
અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાં બાથરૂમમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક ભાડાના મકાનમાંથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ છે. એક ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા શખ્સે મકાનના બાથરૂમમાં જ આ સેટઅપ તૈયાર કર્યું હતું. એસઓજીની ટીમે દરોડા પાડી સિત્તેર ગ્રામ ડ્રગ્સ અને મોટા પ્રમાણમાં કાચો માલ જપ્ત કર્યો છે.*
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આસામ પ્રવાસ: પાંચ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે આસામની મુલાકાતે છે. તેઓ સવારે ડિબ્રુગઢમાં ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પર ઉતરશે અને વાયુસેનાના વિમાનોનું પ્રદર્શન નિહાળશે. ત્યારબાદ બપોરે ગુવાહાટીના લચિત ઘાટ ખાતે પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.*
*
તેલંગાણાની લેબોરેટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભયાનક આગ : તેલંગાણાના દોથીગુડેમ વિસ્તારમાં આવેલી વૃંદાવન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડમાં રેડિયેટર ફાટવાને કારણે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને પગલે લેબમાં મોટી આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની દસ ગાડીઓએ સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
હમ્પી ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે સ્ટેજ પાસે ફટાકડાથી આગ લાગી : કર્ણાટકમાં હમ્પી ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં મોટી દુર્ઘટના ટળી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ફોડવામાં આવેલા ફટાકડાના તણખાને કારણે સ્ટેજની નજીક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ફાયર ફાઇટરોએ તુરંત આગ ઓલવી નાખી હતી.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
