<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

આજે પ્રેમનું પર્વ વેલેન્‍ટાઇન-ડેઃ યુવા હૈયાઓમાં થનગનાટ

વજહ પુછોગે તો સારી ઉમ્ર ગુજર જાયેગી, કહા ના અચ્‍છે લગતે હો તો બસ લગતે હો.... : લવ વીકના અંતિમ દિવસે ઉજવાય છે વેલેન્‍ટાઇન ડેઃ ગીફટ થકી પ્રેમની અભિવ્‍યકિત કરવાનો દિવસઃ હોટલ-રેસ્‍ટોરન્‍ટમાં મચશે ધુમ

 

મુંબઇ તા.૧૪: વેલેન્‍ટાઈન ડે દરેક કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. લવ બર્ડ્‍સ ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા છે. લવ વીકના છેલ્‍લા દિવસે વેલેન્‍ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના મહિનાનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. વેલેન્‍ટાઈન ડેને લઈને કપલ્‍સ ખૂબ જ ઉત્‍સાહિત હોય છે. વેલેન્‍ટાઈન ડે એ એક એવો દિવસ છે જ્‍યારે યુગલો તેમની લાગણીઓ તેમના પ્રિયજનો સમક્ષ ખુલ્‍લેઆમ વ્‍યક્‍ત કરે છે.ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો ગણાય છે. આ મહિનામાં વેલેન્‍ટાઈન ડે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો એકબીજા પ્રત્‍યેનો પ્રેમ વ્‍યક્‍ત કરે છે. વેલેન્‍ટાઈન ડે લવ વીકનો છેલ્‍લો દિવસ છે. આ સાથે વેલેન્‍ટાઈન વીક સમાપ્ત થાય છે. દર વર્ષે ૧૪મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્‍ટાઈન ડે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ પૂરી દુનિયામાં વેલેન્‍ટાઇન ડે ઉજવવામાં આવે છે. વેલેન્‍ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. એક અઠવાડિયું વેલેન્‍ટાઇન વીક મનાવવામાં આવે છે. ૭થી ૧૪ ફેબ્રુઆરી સુધી વેલેન્‍ટાઇન વીક ઉજવવામાં આવે છે જેમાં હગ ડે, રોઝ ડે, ચોકલેટ ડે, પ્રોમિસ ડે, કિસ ડે અને ટેડી ડેનો સમાવેશ થાય છે. આ દિવસોમાં પ્રેમી પંખીડા એકબીજાને ગિફટ આપીને આ દિવસોને સેલિબ્રેટ કરતા હોય છે. આમ, આજે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્‍ટાઇન ડે મનાવવામાં આવે છે. આ દિવસ પાછળની કહાની બહુ રોચક છે. તો જાણો વેલેન્‍ટાઇન ડે કેમ ઉજવવામાં આવે છે?

વેલેન્‍ટાઇન ડે સંત વેલેન્‍ટાઇનની યાદમાં મનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે સંત વેલેન્‍ટાઇન પ્રેમ અને સ્‍નેહના સમર્થક હતા અને રોમન રાજ્‍યમાં પ્રેમીઓના લગ્ન કરાવતા હતા.

આ એ સમયે હતો જ્‍યારે રાજ્‍યમાં પ્રેમ અને લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. આ સમયે પ્રેમના દિવાના સંત વેલેન્‍ટાઇનની પાસે લોકો જતા હતા અને વેલેન્‍ટાઇન ગુપચુપ રીતે આ જોડીઓના લગ્ન કરાવતા હતા. આખરે રાજાને આ વાતની જાણ થઈ તો સંત વેલેન્‍ટાઇનને મોતની સજા સંભળાવવામાં આવી હતી.

૧૪ ફેબ્રુઆરીના રોજ સંત વેલેન્‍ટાઇનને મૃત્‍યુદંડ આપવામાં આવ્‍યો હતો. આમ, એમની યાદમાં દર વર્ષે પ્રેમી વેલેન્‍ટાઇન ડે મનાવે છે અને પ્રેમ અને સ્‍નેહમાં વધારો કરે છે.

વેલેન્‍ટાઇન એક દિવસનો હોતો નથી. વેલેન્‍ટાઇન એક અઠવાડિયું ચાલે છે જેમાં દરેક દિવસની થીમ અલગ-અલગ હોય છે.

વેલેન્‍ટાઇન ડે માત્ર પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ તમે જેને પ્રેમ કરો છો એની સાથે વેલેન્‍ટાઇન ડેની ઉજવણી કરી શકો છો. વેલેન્‍ટાઇન ડે તમે મિત્રો અને પરિવારના લોકો સાથે પણ સેલિબ્રેટ કરી શકો છો.

આ દિવસોમાં લોકો પાર્ટીઓ કરીને એન્‍જોય કરતા હોય છે. આ સાથે ફરવા જવાનો પ્‍લાન કરતા હોય છે.

છેલ્‍લા થોડા વર્ષોમાં વેલેન્‍ટાઇન ડે ખૂબ પોપ્‍યુલર થઈ રહ્યો છે.

વેલેન્‍ટાઇન ડેના દિવસે લોકો એકબીજાને રોમેન્‍ટિક મેસેજ કરતા હોય છે.

પ્રેમનો પર્વ વેલેન્‍ટાઈન ડે નજીક આવતાં જ સુરત શહેરમાં રોમાંચનો માહોલ છવાઈ ગયો છે. વેસુ, પીપલોદ અને અડાજણ સહિતના વિસ્‍તારોની હોટલ અને રેસ્‍ટોરેન્‍ટમાં કપલ્‍સ માટે ખાસ કેન્‍ડલ લાઈટ ડિનર, હાર્ટ શેપ ડેકોરેશન અને સ્‍પેશિયલ મેનૂ તૈયાર કરવામાં આવ્‍યા છે. યંગસ્‍ટર્સથી લઈ સિલ્‍વર અને ગોલ્‍ડન જ્‍યુબલી ઉજવનારા દંપતિઓ સુધી સૌ કોઈ આ દિવસે પ્રેમની લાગણી વ્‍યક્‍ત કરવા ઉત્‍સુક જોવા મળે છે. આ વર્ષે ખાસ કરીને કપલ્‍સ કેક અને થીમ આધારિત ઉજવણીનો

ટ્રેન્‍ડ વધુ જોરદાર બન્‍યો છે. સુરત શહેરમાં વેલેન્‍ટાઈન ડેની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી સીમિત રહી નથી. પરંતુ સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રેમની ઉજવણીનો માહોલ સર્જાયો છે.

વેસુ, પીપલોદ અને અડાજણ વિસ્‍તારમાં આવેલી જાણીતી હોટલો અને રેસ્‍ટોરેન્‍ટોએ કપલ્‍સને આકર્ષવા માટે ખાસ પેકેજ રજૂ કર્યા છે. કેન્‍ડલ લાઈટ ડિનર સાથે લાઈવ મ્‍યુઝિક અને ફોટોગ્રાફી સેશન જેવી સુવિધાઓ ઉમેરાઈ છે. વાતાવરણ રોમાંચક બનાવવા માટે પ્રિય પાત્ર સાથે આવનારા યંગસ્‍ટર્સને વેલકમ કરવા હોટેલ કે રેસ્‍ટોરેન્‍ટના ગેટ પર રેડ બલૂનથી હાર્ટ બનાવાયા છે. કોલેજીયન યુગલો, સગાઈ કરનારા અને નવા લગ્ન કરેલા દંપતિઓ માટે હાર્ટ શેપ કેક, પેસ્‍ટ્રી અને કોફી પર હાર્ટ ડિઝાઈન જેવી મીઠી સરપાઈઝ તૈયાર કરવામાં આવી છે. હજીરા વિસ્‍તારની એક હોટલે ટેરેસ સ્‍વિમિગ પુલ પાસે ખાસ વેલેન્‍ટાઈન ડે ઈવેન્‍ટનું આયોજન કર્યુ છે. સધર્ન ગુજરાત હોટલ એન્‍ડ રેસ્‍ટોરેન્‍ટ એસોસિયેશનના પ્રમુખ અરણ શેહી અને ઉપપ્રમુખ સનત રેલીયાએ જણાવ્‍યું હતું કે, દિલ્‍હી, મુંબઈ જેવા મેટ્રો શહેરોની સાથે સુરતમાં પણ વેલેન્‍ટાઈન ડેનો ક્રેઝ વધ્‍યો છે. આ દિવસે ફક્‍ત પંગસ્‍ટર્સ જ નહી, પણ મેરેજની સિલ્‍વર જ્‍યુબલી અને ગોલ્‍ડન જ્‍યુબલી પૂર્ણ કરનારા દંપતિઓ પણ પ્રેમને ફરી એકવાર ઉજવતા જોવા મળે છે. થશા દંપતિઓ માટે આ દિવસને માત્ર રોમાંસ નહીં, પરંતુ વર્ષો જૂની લાગણીઓને ફરી તાજી કરવાનો અવસર માને છે.(૩૮.૮)

(9:55 AM IST)