News of Saturday, 14th February 2026
ચૂંટણી ડોનેશનઃ કુલ રૂપિયા ૩૮૨૬ કરોડના ચૂંટણી ફંડમાંથી ૩૧૫૭ કરોડ ભાજપને, કોંગ્રેસને ૨૯૮ કરોડ
બિલ્ડર, મેન્યુફેક્ચરિંગ સહિતની કંપનીઓ દ્વારા ચૂંટણી ટ્રસ્ટોને અપાતું જંગી દાન : ગુજરાતમાંથી જાણીતી કંપનીઓ દ્વારા કુલ ૨૦૦.૫૦ કરોડનું દાન અપાયું હોવાનું એડીઆરના રિપોર્ટમાં:પક્ષો આ રકમ ચૂંટણી ખર્ચમાં ઉપયોગમાં લે છે

અમદાવાદ,તા.૧૪: દેશના ઇલેક્ટોરલ ટ્રસ્ટોને ૨૦૨૪-૨૫માં કુલ ~૩૮૨૬ કરોડનું દાન મળ્યું તેમાંથી ભાજપને ૮૨ ટકા એટલે કે ૩૧૫૭.૬૫ કરોડ મળ્યા છે. કોંગ્રેસને ૭.૮૧ ટકા એટલે કે ૨૯૮.૭૭ કરોડ મળ્યા છે. ઇલેક્ટોરલ ટ્રસ્ટને વિવિધ કંપનીઓ દ્વારા, વ્યક્તિગત અને અન્ય રીતે પણ દાન પણ અપાતું હોય છે. રાજ્યોમાંથી આ રીતે અપાયેલા દાનમાં ગુજરાતનો નંબર પાંચમો છે. ગુજરાતમાંથી જાણીતી કંપનીઓ દ્વારા કુલ ~ ૨૦૦.૫૦ કરોડનું દાન અપાયું હોવાનું એડીઆરના રિપોર્ટમાં છે. પક્ષો આ રકમ ચૂંટણી ખર્ચમાં ઉપયોગમાં લે છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા દ્વારા ઇલેક્ટોરલ ટ્રસ્ટોને ૨૦૨૪-૨૫માં મળેલા દાન અને તેમાંથી રાજકીય પક્ષોને ફાળે ગયેલી રકમનું વિશ્લેષણ કરાયું છે. તે મુજબ કુલ ૨૦ ચૂંટણી ટ્રસ્ટમાંથી ૧૫ દ્વારા અપાયેલી દાનની રકમનો અહેવાલ જારી થયો છે. વિવિધ રાજ્યમાંથી મળેલા દાનમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી ૧૨૨૫.૪૨ કરોડ, તે પછી તેલંગાણામાંથી ૩૫૮.૨૫ કરોડ, ત્રીજા ક્રમે હરિયાણામાંથી ૨૧૨.૯૦ કરોડ, પヘમિ બંગાળમાંથી ૨૦૩.૮૫ કરોડ અને ગુજરાતમાંથી ૨૦૦.૫૦ કરોડનું દાન ચૂંટણી ટ્રસ્ટોને અપાયું છે. કંપનીઓ દ્વારા દાન અપાય છે તેમાં મેન્યુફેક્ચરિગ સેક્ટરમાંથી સૌથી વધુ ૧૦૬૩ કરોડ (૨૭.૮૭ ટકા), બિલ્ડરો-રિઅલ એસ્ટેટની કંપનીઓમાંથી ૬૨૯.૧૭ કરોડ, કોમ્યુનિકેશન-આઇટી-ટેલિકોમ કંપનીઓ થકી ૪૫૧.૮૫ કરોડ (૧૧.૮૧) કરોડનું દાન મળ્યું છે. એલિવેટડ એવન્યુ રિઅલ્ટી એલએલપી દ્વારા સૌથી વધુ ૫૦૦ કરોડનું દાન અપાયું છે. તે પછી ટાટા સન્સ દ્વારા ૩૦૮.૧૩ કરોડ, ટીસીએસ દ્વારા ૨૧૭.૬૨ કરોડ, મેઘા એન્જિ. એન્ડ ઇન્ફ્રા. દ્વારા ૧૭૫ કરોડનું દાન અપાયું છે. પ્રુડન્ટ ટ્રસ્ટ દ્વારા કુલ ૨૧૮૦ કરોડનું દાન ભાજપને અપાયું છે જે ગત વર્ષે ૭૨૩ કરોડનું હતું. તે પછી પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા ૭૫૭.૬૨ કરોડ નું દાન ભાજપને અપાયું છે. પ્રુડન્ટ દ્વારા કોંગ્રેસને ૨૧૬.૩૩ કરોડનું દાન અપાયું છે. કુલ ૨૧ પક્ષને દાન અપાયું છે.
ગુજરાતમાંથી દાન આપનારી મુખ્ય કંપનીઓ
ટોરેન્ટ પાવર-૬૫ કરોડ
આર્સેલર મિત્તલ-૫૦ કરોડ
ટોરેન્ટ ફાર્મા-૨૯.૫ કરોડ
કલ્પતરૂ-૨૦ કરોડ
જેકે પેપર-૧૩ કરોડ
અરવિદ-૧૦ કરોડ
અનુપ-૨ કરોડ
સૌથી વધુ દાન મેળવનારા ચૂંટણી ટ્રસ્ટ
પ્રુડન્ટ-વિવિધ ૨૮૫ દાનની કુલ રકમ ૨૬૬૮.૪૯ કરોડ , પ્રોગ્રેસિવ-વિવિધ ૧૫ દાનની કુલ રકમ ૯૧૫ કરોડ, ન્યુ ડેમોક્રેટિક-વિવિધ ૯ દાનની કુલ રકમ ૧૬૦ કરોડ, હાર્મની-વિવિધ ૭ દાનની કુલ રકમ ૩૫.૫૫ કરોડ, ટ્રિમ્ફ-વિવિધ ૩ દાનની કુલ રકમ ૨૫ કરોડ
કયા રાજ્યમાંથી ચૂંટણી ટ્રસ્ટોને કેટલું દાન
મહારાષ્ટ્ર-૧૨૨૫ કરોડ, તેલંગાણા-૩૫૮ કરોડ, હરિયાણા-૨૧૨.૯૦ કરોડ, પશ્વિમ બંગાળ-૨૦૩.૮૫ કરોડ, ગુજરાત-૨૦૦.૫૦ કરોડ , દિલ્હી-૧૮૮.૭૨ કરોડ , તમિલનાડુ-૧૫૩ કરોડ, કેરળ-૫૦ કરોડ
કયા પક્ષને કેટલું દાન મળ્યું
ભાજપ-૩૧૫૭.૬૫ કરોડ , કોંગ્રેસ-૨૯૮.૭૭ કરોડ , એઆઇટીસી-૧૦૨ કરોડ (ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ), વાયએસઆર-કોંગ્રેસ-૯૮ કરોડ , ટીડીપી-૪૪ કરોડ, જેડી(યુ)-૧૭ કરોડ, આપ-૧૬.૪૧ કરોડ , બીજેડી-૧૫ કરોડ. (૪૦.૩)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
