<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

કડાકા બાદ ફરી ભાવો વધ્‍યા : ચાંદીમાં ૧૦,૦૦૦- સોનામાં ૩,૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૬૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., ૧૪: બુલીયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં કડાકા થયા બાદ રાત્રે ફરી ભાવો વધી ગયા હતા. તુટયા ભાવથી ચાંદીમાં ૧૦,૦૦૦ અને સોનામાં ૩,૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં ગઇકાલે સાંજે સેન્‍ટમાં મંદીને પગલે ચાંદીના ભાવમાં કડાકો થઇ ગયો હતો. એક તબક્કે ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,પ૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે મોડી રાત્રે ફરી ભાવમાં સુધારો થયો હતો અને ૧૦,૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદી ૧ કિલોના ભાવ ર,૬૦,૦૦૦ રૂા. ભાવની સપાટીએ બંધ રહયા હતા.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ અફડાતફડી બોલી ગઇ હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે ગઇકાલે સાંજે સોનુ ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,પ૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ત્‍યાર બાદ મોડી રાત્રે ફરી ભાવમાં વધારો થયો હતો. ૩,૦૦૦ રૂા.ના વધારા સાથે સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા.ની સપાટીએ બંધ રહયા હતા. (૪.૧૪)

(2:46 PM IST)