<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

દિલ્‍હીમાં AIનો મહાકુંભ : સુંદર પિચાઈ - સેમ ઓલ્‍ટમેન સહિતના દિગ્‍ગજો આવશે

વૈશ્‍વિક ટેકનોલોજીના નકશા પર ભારત હવે એક નવી ઊંચાઈ સર કરવા જઈ રહ્યું છે વિશ્‍વના દિગ્‍ગજ નેતાઓ અને ટેક કંપનીઓના વડાઓ એકસાથે મળીને ભારત અને વિશ્‍વના ભવિષ્‍યનો રોડમેપ તૈયાર કરશે

નવી દિલ્‍હી, તા.૧૪: વૈશ્‍વિક ટેકનોલોજીના નકશા પર ભારત હવે એક નવી ઊંચાઈ સર કરવા જઈ રહ્યું છે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી નવી દિલ્‍હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ' ખાતે ભારતનો અત્‍યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ ઉત્‍સવ એટલે કે ઇન્‍ડિયા AI ઇમ્‍પેક્‍ટ સમિટ ૨૦૨૬ શરૂ થવા જઈ રહ્યો છે. આ સમિટ માત્ર એક કોન્‍ફરન્‍સ નથી, પરંતુ ‘ગ્‍લોબલ સાઉથ'ના દેશો માટે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) ના ક્ષેત્રમાં ભારતનું શક્‍તિ પ્રદર્શન છે. વિશ્વના દિગ્‍ગજ નેતાઓ અને ટેક કંપનીઓના વડાઓ એકસાથે મળીને ભારત અને વિશ્વના ભવિષ્‍યનો રોડમેપ તૈયાર કરશે.

આ સમિટની સૌથી મોટી ખાસિયત તેમાં ભાગ લેનારા અતિથિઓ છે. Googleના CEO સુંદર પિચાઈ, OpenAI ના સેમ ઓલ્‍ટમેન, Nvidiaના જેન્‍સેન હુઆંગ, Google DeepMind ના ડેમિસ હસાબિસ, Anthropic ના ડેરિયો એમોડેઈ અને Microsoft ના પ્રેસિડેન્‍ટ બ્રૈડ સ્‍મિથ જેવા દિગ્‍ગજો આ મંચ પર ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત, ૧૫ થી ૨૦ દેશોના રાષ્‍ટ્રાધ્‍યક્ષો અને ૪૦ થી વધુ મોટી કંપનીઓના CEO ની હાજરી આ સમિટને વૈશ્વિક સ્‍તરે અત્‍યંત મહત્‍વપૂર્ણ બનાવે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરીએ આ સમિટને સંબોધિત કરશે, જે ભારતની ટેક-નીતિ માટે નિર્ણાયક સાબિત થશે.

આ સમિટનું માળખું ભારતીય દર્શન અને આધુનિક વિજ્ઞાનના સમન્‍વયથી તૈયાર કરવામાં આવ્‍યું છે. સમગ્ર કાર્યક્રમ ત્રણ સ્‍તંભો એટલે કે 'People, Planet, Progress' (લોકો, પળથ્‍વી અને પ્રગતિ) ના સૂત્ર પર આધારિત છે. તેની સાથે AI સુરક્ષા, કૌશલ્‍ય વિકાસ અને આર્થિક વળદ્ધિ જેવા વિષયો માટે ૭ ર્વકિંગ ગ્રુપ્‍સ એટલે કે ચક્રોબનાવવામાં આવ્‍યા છે. ૧૭ ફેબ્રુઆરીએ સરકાર AI કમ્‍પેરિડિયમ પણ જાહેર કરશે, જેમાં સ્‍વાસ્‍થ્‍ય, કળષિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં AIના સફળ પ્રયોગોની વિગતો હશે. ભારત આજે વિશ્વનો ૨૦% ડેટા જનરેટ કરે છે, જે તેને AI તાલીમ માટે વિશ્વનું સૌથી મોટું કેન્‍દ્ર બનાવે છે.આ સમિટ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત નથી, પરંતુ દેશના ટેલેન્‍ટને પ્રોત્‍સાહન આપવા માટે મોટું પ્‍લેટફોર્મ પૂરું પાડે છે. 'AI for ALL' અને મહિલાઓ માટે 'AI by HER' અંતર્ગત રૂ.૨.૫૦ કરોડ સુધીના ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. ૧૩ થી ૨૧ વર્ષના યુવાનો માટે 'YUVAi' પ્રોગ્રામ હેઠળ રૂ.૮૫ લાખના પુરસ્‍કારો અને શાળાના બાળકો માટે વિશેષ બૂટકેમ્‍પનું આયોજન છે. ૭૦,૦૦૦ સ્‍ક્‍વેર મીટરમાં ફેલાયેલા વિશાળ એક્‍સ્‍પોમાં ૩૦ થી વધુ દેશોના ૩૦૦ થી વધુ પ્રદર્શનકારો ભવિષ્‍યની ટેકનોલોજીનું લાઈવ ડેમોન્‍સ્‍ટ્રેશન બતાવશે, જે ભારતીય સ્‍ટાર્ટઅપ્‍સ માટે સોનેરી તક સમાન છે.

(3:30 PM IST)