<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

લ્‍યો બોલો...બાંગ્‍લાદેશની ચૂંટણીમાં ૧૨૦૦ હત્‍યા - ૧૩ રેપ કરનાર આરોપી જીતી ગયો

અનેક ગુનેગારોના નસીબ ખુલી ગયા : ચૂંટણી જીત્‍યા

ઢાકા, તા.૧૪: તારિક રહેમાનના નેતળત્‍વ હેઠળ બાંગ્‍લાદેશ નેશનલિસ્‍ટ પાર્ટી (BNP) એ બાંગ્‍લાદેશમાં ૧૩મી સામાન્‍ય ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્‍યો હતો. આ ઉમેદવારોમાં ઘણા ઉમેદવારો હતા જેમને અગાઉ આતંકવાદી તરીકે ઓળખવામાં આવ્‍યા હતા. આ ઉમેદવારોમાંથી બે BNP ના હતા અને એક જમાત-એ-ઇસ્‍લામીના હતા. શેખ હસીનાની સરકારના પતન પહેલા તેમાંથી એકને મળત્‍યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, જ્‍યારે શેખ હસીનાની સરકાર પડી અને મોહમ્‍મદ યુનુસના નેતળત્‍વમાં વચગાળાની સરકાર રચાઈ, ત્‍યારે તેમની સજા પણ રદ કરવામાં આવી.

BNP નેતાઓ લુફ્‌તોઝમાન બાબર અને અબ્‍દુસ સલામ પિન્‍ટુ, બંને BNP નેતાઓ પર ગંભીર આરોપો હતા. જમાત-એ-ઈસ્‍લામીના નેતા અઝહરુલ ઈસ્‍લામ પર આતંકવાદ અને રાષ્‍ટ્રવિરોધી પ્રવળત્તિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. ડિસેમ્‍બર ૨૦૦૪માં, બાંગ્‍લાદેશ હાઈકોર્ટે તારિક રહેમાન, લુફ્‌તોઝમાન બાબર અને ૨૦૨૧ના ગ્રેનેડ હુમલા કેસમાં અન્‍ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. તેમના પર શેખ હસીના પર ગ્રેનેડ હુમલાનું આયોજન કરવાનો આરોપ હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૪ લોકો માર્યા ગયા હતા, જ્‍યારે શેખ હસીના મોતથી માંડ બચી ગયા હતા.

લુફ્‌તોઝમાન બાબર આ વખતે ૧.૬ લાખ મતોથી ચૂંટણી જીત્‍યા હતા. તેમની જ પાર્ટીના સભ્‍ય અબ્‍દુલ સલામ પિન્‍ટુ પર ભારત વિરોધી સંગઠન સાથે સંબંધો હોવાનો આરોપ હતો. બાબરને નિર્દોષ જાહેર કર્યાના એક વર્ષ પછી, પિન્‍ટુને પણ કોર્ટમાંથી રાહત મળી. પિન્‍ટુ પર પાકિસ્‍તાની આતંકવાદી સંગઠન હરકત-ઉલ-જીહાદ-અલ-ઈસ્‍લામી સાથે સંબંધો હોવાનો પણ આરોપ હતો. આ સંગઠન પર ૨૦૦૬માં ઉત્તર પ્રદેશના વારાણસીમાં બોમ્‍બ વિસ્‍ફોટ, ૨૦૦૭માં અજમેર શરીફ દરગાહ પર બોમ્‍બ વિસ્‍ફોટ અને ૨૦૧૧માં દિલ્‍હીમાં બોમ્‍બ વિસ્‍ફોટ કરવાનો આરોપ છે. પિન્‍ટુએ આ ચૂંટણી બે લાખ મતોના માર્જિનથી જીતી.

ત્રીજા નેતાની વાત કરીએ તો, તેમનું નામ એટીએમ અઝહરુલ ઇસ્‍લામ છે, જે જમાતના વરિષ્ઠ નેતા છે. તેઓ ૧૯૯૮ થી રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જોકે, આ વખતે તેમનું નસીબ પલટાયું છે. તેઓ ૨૦૧૨ થી જમાત-એ-ઇસ્‍લામીના મહાસચિવનું પદ સંભાળી રહ્યા છે.

અઝહરુલ ઇસ્‍લામ પર ૧૯૭૧ ના યુદ્ધમાં ૧,૨૦૦ થી વધુ લોકોની હત્‍યા કરવાનો આરોપ છે. તેમના પર ૧૩ બળાત્‍કારના કેસ પણ છે. ૨૦૧૪ માં, તેમને મળત્‍યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, નોબેલ શાંતિ પુરસ્‍કાર વિજેતા મુહમ્‍મદ યુનુસે તેમના બધા ગુનાઓ માફ કરી દીધા હતા અને સજામાં ઘટાડો કરવામાં આવ્‍યો હતો. ભારતના દૃષ્ટિકોણથી, બાંગ્‍લાદેશમાં પરિસ્‍થિતિમાં વધુ સુધારો થવાની શકયતા નથી. તારિક રહેમાનના વલણ પર પણ નજીકથી નજર રાખવાની જરૂર છે.

(4:01 PM IST)