News of Sunday, 15th February 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાનું મહત્વનું નિવેદન: ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરવાનું કોઈ વચન આપ્યું નથી !
ભારતે માત્ર 'વધારાના' રશિયન તેલની ખરીદી ન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનો અર્થ છે કે ભારત હાલમાં જેટલા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે તે ચાલુ રાખી શકશે: વિદેશ મંત્રી માર્કો રુબિયો

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવા અંગેની તમામ અટકળોનો અંત આવ્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રેડ ડીલ છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરવાનું કોઈ વચન આપ્યું નથી.
રુબિયોના જણાવ્યા અનુસાર, ભારતે માત્ર 'વધારાના' રશિયન તેલની ખરીદી ન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનો અર્થ છે કે ભારત હાલમાં જેટલા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે તે ચાલુ રાખી શકશે. આ નિવેદન સાબિત કરે છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી.
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની ઉર્જા નીતિ કોઈ રાજકીય દબાણને આધીન નથી, પરંતુ તે કિંમત અને ઉપલબ્ધતા પર આધારિત છે. રશિયન તેલની આયાત જે ૨૦૨૫ના મધ્યમાં ૨૦ લાખ બેરલ પ્રતિ દિવસ હતી, તે હાલમાં ઘટીને ૧૨ લાખ બેરલની આસપાસ પહોંચી છે. આ ઘટાડો બજારની સ્થિતિ અને સપ્લાયના વિવિધ સ્ત્રોતોને કારણે છે. અમેરિકન પ્રશાસન પણ ભારત સાથેના વ્યાપારી સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે અને ટ્રેડ ડીલ બાદ ભારત અમેરિકા કે વેનેઝુએલા પાસેથી પણ તેલ ખરીદી શકે છે, પરંતુ તે રશિયા સાથેના સંબંધોને જોખમમાં મૂકશે નહીં.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
